ગીર સોમનાથ પોલીસ દ્વારા વેરાવળના નલીયા ગોદી વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ગઇ તા.23/02/2024 ના રોજ વેરાવળના નલીયા ગોદી વિસ્તારમાં રેઇડ કરતા ડ્રગ્સ સહિત કુલ રૂ.250,18,12,000/- ના મુદામાલ સાથે કુલ -03 શખ્સોની અટકાયત કરી તેઓ વિરૂધ્ધ વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.11186009240202/2024 એન.ડી.પી.એસ એકટ કલમ 8(સી), 22(સી), 29 મુજબનો ગુનો નોંધેલ હતો. ત્યારબાદ આ ગુનાની આગળની તપાસ ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. જે.એન.ગઢવી નાઓને સોંપવામાં આવેલ હતી.
તપાસ દરમ્યાન ઉપરોકત અટકાયત કરેલ ત્રણ આરોપી જેમાં (1) આશીફ ઉર્ફે કારો જુસબભાઇ સમા રહે,જામનગર (2) અરબાઝ અનવર પમા, રહે.જામનગર તથા (3) ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેન બુધ્ધીલાલ કશ્યપ રહે.મહમદપુર, જી.કાનપુર રાજય ઉતરપ્રદેશ વાળાને નામદાર કોર્ટમાં રજુ કરતા તા.07/03/2024 સુધીના કુલ દિન – 12 ના રીમાન્ડ મેળવેલ હતા.
ગુજરાત સરકારનું ડ્રગ્સ મુકત અભિયાનઅંતગર્ત ગુજરાત પોલીસના વડાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ રૂબરૂ આ ગુન્હાવાળા સ્થળની મુલાકાત લીધેલ અને આ ગુન્હાની તપાસ કરનાર તમામ એજન્સીઓને સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ આ ઉપરાંતભારત સરકાર તથા ગુજરાત સરકારની મહત્વની એજન્સીઓએ આ ગુન્હાના કામે પકડાયેલ આરોપીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરેલ હતી. આ પકડી પાડવામાં આવેલ ડ્રગ્સના જંગી જથ્થાને ધ્યાનમાં રાખી ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએગુન્હા મુળ સુધી પહોંચવા માટે એલ.સી.બી./એસ.ઓ.જી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરતા,
આ ગુન્હાના કામેઅગાઉથી જેનું નામ ખુલવા પામેલ છે તે ઇશાક ઉર્ફે મામો હુસેન રાવ રહે.મુળ જોડીયા જી.જામનગર જે હાલ આફ્રીકાથી આ નેટવર્કનો દોરી સંચાર કરે છે અને તેનું આ નેટવર્ક અહી લોકલ લેવલે સંચાલન જામનગરમાં રહેતો અલ્લારખા ઉર્ફે દાદો અબ્બાસભાઇ સુમારીયા ઉ.વ.48, ધંધો ઇલેકટ્રીશ્યન રહે.બેડેશ્વર તા.જામનગર વાળો કરતો હોવાનું જણાતા તુરતજ તેને પકડી પાડવા માટે ટીમ રવાના કરી આજરોજ તા.ર80/2024 ના અટક કરવામાં આવેલ છે અને આ પકડાયેલ આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવા તજવિજ હાથ ધરી છે.