સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મચ્છી ભરેલી 4 રિક્ષા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મચ્છીનું ચીકણું પાણી રોડ પર પડતા વારંવાર અકસ્માતો સર્જાતા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુદ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જઘૠએ આ ડ્રાઇવ દરમિયાન ચાર છકડા રીક્ષા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ બંદર રોડ પર મચ્છી ભરેલા વાહનોમાંથી ચીકણું પાણી રસ્તા પર ઢોળાતું હતું. આના કારણે માર્ગ ચીકણો બની જતો હતો, જેના પરિણામે રોજ નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા અને વાહનચાલકો ઇજાગ્રસ્ત થતા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જઘૠ ટીમે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જઘૠ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. રીનાબેન સુવા સહિતના પોલીસ સ્ટાફે બંદર રોડ પર આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદેસર પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સુત્રાપાડા પ્રાચી વિસ્તારના સાગર નારણ રાજગોર, વેરાવળ ભીડીયા વિસ્તારના પ્રવીણ છગનભાઈ દરી, ગોવિંદપરા ગામના તોસિફ અબ્દુલ મુગલ અને ખારવાવાડ વિસ્તારના શૈલેષ ઈશ્વર પરમારને તેમની રીક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્રના આ કડક પગલાંને કારણે ગેરકાયદેસર પરિવહન કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે.



