ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ SOGના ઇન્ચાર્જ પીઆઈ એન. બી. ચાહનાના માર્ગદર્શન હેઠળ PSI એન. એ. વાઘેલા સહિતના માણસો ઊના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાવનગર રોડ ભગીરથ હોટલ પાસેથી સુરત રૂરલના કામરેજ પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી ઊના પોલીસને સોંપી આપેલ છે. ગીર સોમનાથ SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર સાથે પોસ્ટ મૂકનાર ઇસમને પકડી પાડ્યો…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ SOGના ઇન્ચાર્જ PI એન. બી. ચૌહાણ તથા ઙજઈં એન. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગત તા.25ના રોજ ઇબ્રાહિમશા બાનવા અને રણજીતસિંહ ચાવડા નવાબંદર મરીન પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચીખલીના એક ઇસમને સોશ્યલ મીડિયા પર હથિયાર સાથે પોસ્ટ મૂકવા બદલ પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ગીર સોમનાથ SOGએ કોડીનાર
અને સુત્રાપાડા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરા સાથે 2 ઇસમને પકડી પાડ્યા ગીર સોમનાથ SOGના ઇન્ચાર્જ પીઆઈ એન.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ઙજઈં એન. એ. વાઘેલા સહિતના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આગામી મકરસંક્રાતિ પર્વને લઈને કોડીનાર દેવળી દેદાની ગામે બસ સ્ટેન્ડ પાસેથી અને સૂત્રાપાડાના પ્રાચી ગામના બસ સ્ટેન્ડ પાસેથી 2 ઇસમોને ચાઇનીઝ દોરીની ફિરકી સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.