અમદાવાદની શાળાના શિક્ષક પર વાલીએ છરી વડે હુમલાની ઘટનાના વિરોધમાં કલેકટરને આવેદન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
અમદાવાદનાં રખિયાલની સ્કૂલનાં શિક્ષક પર વાલીએ જીવલેણ હુમલો કર્યો હતો જેની શિક્ષણ જગતમાં નિંદા કરી ખાનગી શાળા સંચાલક મંડળ વાલીઓ વિધાર્થીઓ વચ્ચે નિયમો બનાવવાની માંગ કરી કર્મચારીઓને પોલીસ રક્ષણ આપતો કાયદો લાવવા માંગ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ સંચાલક મંડળ દ્વારા થયેલ રજૂઆતમાં માત્ર 20 દિમાં જુદીજુદી જગ્યાએ ત્રીજી ઘટના બની હોય કેટલાક વાલીઓ દ્વારા પોતાના સંતાનોને શાળામાં અભ્યાસ અર્થે બેસાડયાં બાદ તેની ફી નહીં ભરતા આવા વાલી પાસે ફીની ઉધરાણી કરાય છે. ત્યારે એલસી માંગવામાં આવે છે અને નિયમો અનુસાર 7 દિવસ પછી એલસી ફી વસુલાત કરી આપવાનું હોય છે. જ્યારે કેટલાક માથાભારે વાલીઓ દ્વારા શાળામાં આવી કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કરી ઝગડો કરીને હિંસક હુમલા કરતાં હોય છે. ત્યારે શાળામા આવતા અન્ય વિધાર્થીઓ શિક્ષકોમાં ભયનું વાતાવરણ ઉભું થતું હોય આવા સમયે વિધાર્થીઓનાં શિક્ષણનાં ઘડતર પર ભારે અસર થાય છે.
- Advertisement -
અમદાવાદની ઘટના અંતર્ગત ઊના, કોડીનાર, તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિત ખાનગી શાળા એસો.નાં સંચાલક મંડળના ધીરુભાઈ સુહાગિયા, કિશોરભાઈ વડાલીયા, ફારુકભાઈ કાજી, સુનિલભાઈ શુક્લા, નારણભાઈ પઢિયાર, ભવ્ય પોપટ રાજુભાઈ પાનેલિયા, મિથુનભાઈ મકવાણા કરશનભાઈ સોલંકી, સંજયભાઈ બારડ સહિતનાં દરેક તાલુકાના પ્રતિનિધી મંડળના સભ્યો ઉપસ્થિત રહી જીલ્લા કલેક્ટર તેમજ ડીઈઓ જીલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકને રૂબરૂ મળીને શાળાની સમસ્યા કેટલાક વાલીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરી શાળાના શિક્ષકો કર્મચારીને ડરાવી ધમકાવી પોતાની મનમાની ચલાવવા હિંસક બની હુમલો કર્તા હોય આવા તેની સામે સખત કાર્યવાહી કરીને સજા કરવાં તેમજ શાળા આવતી અભ્યાસ અર્થે દિકરીઓ શિક્ષિકાની સુરક્ષા સલામતી જોખમાય નહીં તે હેતુ સુરક્ષા પુરી પાડવા પોલીસ પેટ્રોલીંગ કરવા અને શાળાની આજુબાજુનાં વિસ્તારોમા અસુરક્ષાનું વાતાવરણ ઉભું કરતા તત્વોને ડામી દેવા માંગણી કરી છે.