ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.29
આજરોજ ગીર સોમનાથ પોલીસ પરિવારના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી અને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે એના માટે એક સારા અભિગમ સાથે અને પોલીસ જ મારો પરિવાર છે તેમ સમજી પોલીસ પરિવારના સદસ્યોના બાળકો કે જેઓએ તેમની શ્રેણીમાં સારા માર્કસ સાથે ઉત્તિર્ણ થયેલા અને તેમની સ્કૂલ તથા પોલીસ પરિવારની શાખમાં વધારો કરે તેવા ગુણ મેળવેલા હોય અને આ વિદ્યાર્થીઓને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો તેમનો આગળ વધવાનો જુસ્સો જળવાઈ રહે અને તેમના વાલીઓ પણ તેમના સંતાનો ઉપર ગર્વ અનુભવે તેવા હેતુથી માનવીય અભિગમ સાથે જિલ્લામાં પ્રથમ વખત પોલીસ અધિકક્ષ મનોહરસિંહ એન. જાડેજાએ આજરોજ પોલીસ પરિવારના બાળકોને કુલ રૂા. 97,500ના ચેક તથા ગીફ્ટ આપી સન્માનિત કર્યા હતા
- Advertisement -
અને તેઓના ઉદ્બોધનમાં તેઓએ જણાવ્યું હતું કે પરિવારને તમારે જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યારે તમારા વાલી તરીકે હું છું તેવી હૈયાધારણા આપતા પોલીસ પરિવાર તથા બાળકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. આ તબક્કે એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક બી. એસ. વ્યાસે પણ પોતાના અનુભવો બાળકો સાથે વાગોળેલ હતા અને બાળકોને મીઠાઈના બોક્સ આપી અને સન્માનિત કરેલ હતા, જેથી ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં બાળકો આ પ્રકારના રોકડ પુરસ્કાર મેળવવા ઉત્સાહિત બને અને પોલીસ પરિવારના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. એ. બી. જાડેજા તથા પો.સ.ઈ. એ. બી. વોરા તથા એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ. જે. એન. ગઢવી તથા પો.સ.ઈ. પી. જે. બાંટવા તથા એલ.આઈ.બી. પોલીસ ઈન્સ. એમ. કે. વણારકા તથા કચેરી અધિક્ષક પી. એમ. ગોસ્વામી તથા તમામ ઉપસ્થિત રહ્યા હતા.