ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
રાજ્યભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ (કે.સી.સી ગ્રાઉન્ડ,)વેરાવળ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજની સલામી ઝીલશે.સ્વાતંત્ર્ય પર્વ દિન ઉજવણી અને તેના ઉપલક્ષમાં યોજનાર ’હર ઘર તિરંગા’ અભિયાનનાં સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
- Advertisement -
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે જણાવ્યું હતું કે,હર ઘર તિરંગા અભિયાનમાં જિલ્લાનાં વધારેમાં વધારે નાગરિકો સહભાગી થાય તે માટે તા. 8 અને 9 ઓગસ્ટ દમિયાન સ્કૂલોમાં રંગોળી સ્પર્ધા તેમજ તા. 8 થી 14 દરમિયાન જિલ્લામાં તિરંગા યાત્રાનાં આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.