ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ પોલીસ અધિક્ષકની સુચનાથી જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરો સામે કડક હાથે કામગીરી કરવાની સુચના મળતા ગીર-સોમનાથ ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ભાલકા તાલાલા રોડ પર ચેકીંગ દરમિયાન બીવીબી ટ્રાન્સપોર્ટ ઓફીસની પાછળના ભાગે પ્રભાસ પાટણ સીમ વિસ્તારમાંથી મુરઘા કેન્દ્ર નામે ઓળખાથી પડતર જગ્યામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો ઝડપી પાડવામાં આવી હતી. જેમાં કુલ રૂા.16.61 લાખ મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં કુલ છ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીમાં મુસ્તાક ઉર્ફે બાઠુ નુરમહંદ ચૌહાણ સુફીયા હુશેન શેખ, રસીક જીણા બાંભણીયા, નિતીન મેર ઉર્ફે એન્ટીં સહિત ચાર લોકોને ઝડપી પાડયા હતા અને અન્ય બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગિર-સોમનાથ ક્રાઇમ બ્રાંચે દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો



