ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કલેક્ટર દ્વારા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણાં ટૂકડાઓ, થર્મોકોલના નકામા ટૂકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખો ચણાક બનાવ્યો હતો.કલેક્ટર દ્વારા રસ્તા પર નડતર રૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા, કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતાં નોટિસબોર્ડ મૂકવા, જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી.