દિલ્હી-મુંબઈ સહિત અનેક શહેરોમાં ફૂડ-ગ્રોસરી ડિલિવરી ઠપ થશે
₹20 પ્રતિ કિમી અને ₹40 હજાર ફિક્સ પગારની માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે ઓનલાઈન ભોજન મંગાવનારા અથવા કરિયાણાનો ઓર્ડર આપનારાઓને મુશ્ર્કેલીનો સામનો કરવો પડી શકે છે. દેશભરના ગીગ વર્કર્સ (ડિલિવરી અને ટેક્સી ડ્રાઈવરો) એ આજે દેશભરમાં હડતાળનું એલાન કર્યું છે. વર્કર યુનિયનનો આરોપ છે કે એપ આધારિત કંપનીઓ તેમનું શોષણ કરી રહી છે અને તેમને મૂળભૂત કાનૂની અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ગીગ એન્ડ પ્લેટફોર્મ સર્વિસિસ વર્કર્સ યુનિયન (ૠઈંઙજઠઞ) એ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. યુનિયને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેની અસર દેશના અર્થતંત્રના વિકાસ પર પણ પડશે. આ પહેલા 25 ડિસેમ્બરે પણ ડિલિવરી વર્કર્સે પ્રતીકાત્મક હડતાળ કરી હતી. આ હડતાળને મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હી-ગઈછ સહિત અનેક રાજ્યોના સંગઠનોનું સમર્થન મળ્યું છે. આજ રાત્રે ન્યૂ યર ઇવ પર જ્યારે ફૂડ અને ગ્રોસરીની માગ સૌથી વધુ હોય છે, ત્યારે 1 લાખથી લઈને 1.5 લાખ સુધીના ડિલિવરી રાઇડર્સ એપમાંથી લોગ-આઉટ રહી શકે છે. તેની સૌથી વધુ અસર બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને કોલકાતા જેવા મોટા શહેરોમાં જોવા મળશે. હડતાળ પાછળનું સૌથી મોટું કારણ કામનું દબાણ અને કમાણીમાં ઘટાડો છે. યુનિયને માગ કરી છે કે 10 થી 20 મિનિટની અંદર ડિલિવરી કરવાના દબાણને તાત્કાલિક સમાપ્ત કરવામાં આવે. વર્કર્સનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં ડિલિવરી કરવાનો અર્થ એ છે કે આપણે ઝડપથી વાહન ચલાવીએ, જેનાથી હંમેશા માર્ગ અકસ્માતોનો ખતરો રહે છે. આ ઉપરાંત, ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ, ઝેપ્ટો અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા વર્કર્સ દ્વારા પ્રતિ કિલોમીટર 20 રૂપિયાનો દર નક્કી કરવાની માગ કરવામાં આવી છે.
ગીગ વર્કર્સની મુખ્ય માગણીઓ શું છે?
- Advertisement -
ગિગ વર્કર્સ દ્વારા તેમની માંગણીઓનો એક ચાર્ટર સરકારને સોંપવામાં આવ્યો છે, જેમાં મુખ્ય માંગણીઓ સામેલ છે:
ન્યૂનતમ આવક: દર મહિને ઓછામાં ઓછી 40,000 રૂપિયાની કમાણીની ગેરંટી આપવામાં આવે.
ઈંઉ બ્લોકિંગ: કોઈ નક્કર કારણ વગર વર્કર્સની ઈંઉ બ્લોક કરવી અને રેટિંગના આધારે પેનલ્ટી અને સજા આપવાનું બંધ થાય.
સુરક્ષા: મહિલા વર્કર્સ માટે કાર્યસ્થળ પર સુરક્ષા, ઇમરજન્સી રજા અને મેટરનિટી પ્રોટેક્શન મળે.
સપોર્ટ: સમસ્યાઓના નિરાકરણ માટે અઈં સપોર્ટને બદલે 24 કલાક હ્યુમન (માનવીય) સપોર્ટ ઉપલબ્ધ હોય.
વર્કરનો દરજ્જો: ડિલિવરી પાર્ટનર્સને ‘પાર્ટનર’ને બદલે શ્રમ કાયદાઓ હેઠળ ‘વર્કર’ ગણવામાં આવે.



