પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કરોડોના વિવિધ વિકાસ કર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજે 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કરાવ્યું છે.
વડાપ્રધાન મોદી 12 મે એટલે કે આજે મહાત્મા મંદિરમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત છે. આ સાથે તેઓ આજે સાંજે ગિફ્ટ સિટી પાસે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આજે બપોરે 2 કલાક રાજ ભવનમાં અલગ અલગ બેઠકો કરશે. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરથી 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા 42 હજાર આવાસોનું લોકાર્પણ કર્યું છે.
- Advertisement -
PM-Awas Yojana has transformed the housing sector. This has particularly benefited the poor and middle class. https://t.co/Vy1u7L0Uoy
— Narendra Modi (@narendramodi) May 12, 2023
- Advertisement -
આજે સુરતમાં વડાપ્રધાન મોદીના હસ્તે આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. વડાપ્રધાન મોદી આવાસનું લોકાર્પણ કરી લાભાર્થી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. સુરતમાં વિવિધ 5 સ્થળોએ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવાયા છે.
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of various projects worth around Rs 4,400 crores in Gujarat. pic.twitter.com/dCpsq3wJTX
— ANI (@ANI) May 12, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરથી રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ શરૂ કર્યો છે. ભાવનગરના લાભાર્થીને કહ્યું હતું કે, તમે ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે.
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi inaugurates and lays the foundation stone of various projects worth around Rs 4,400 crores in Gujarat. pic.twitter.com/dCpsq3wJTX
— ANI (@ANI) May 12, 2023
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એકસમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે. આ સાથે તેમણે ઉમેર્યું કે ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. તેમણે કહ્યું કે, ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. અમે દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.