દેશના રાજકારણમાં આજે ગુલામ નબી આઝાદની ચર્ચા ખૂબ થઈ રહી છે, એમણે કામ પણ એવું જ કર્યું છે…
કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા સમયથી ફરીથી પાર્ટીને ઊભી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે સંગઠનમાં કામ કરવામાં આવી રહ્યું છે, જોકે પાર્ટીના સિનિયર નેતાએ જ એવો નિર્ણય કર્યો છે જેનાથી પાર્ટીની અંદર ફરીથી વિવાદ ઊભો થયો છે.
- Advertisement -
સોનિયા ગાંધીએ કરી હતી નિયુક્તિ
મંગળવારે જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા અને ગુલામ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા, જોકે આ નિયુક્તિના અમુક કલાકમાં જ ગુલામ નબી આઝાદે રાજીનામું આપી દીધું.
શું આપ્યું કારણ?
સૂત્રો અનુસાર ગુઆમ નબીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું છે કે નવી જવાબદારી તેઓ સંભાળી શકશે નહીં, જોકે રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે કે આઝાદ ઘણા સમયથી ગાંધી પરિવારથી નારાજ ચાલી રહ્યા છે.
નારાજગી છે અસલી કારણ?
કોંગ્રેસ નેતા અશ્વિની હાંડાએ ANI સાથે વાતચીતમાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં જમીનના કાર્યકરોને ગણકારવામાં આવતા નથી અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો કે જેના કારણે ગુલામ નબીએ રાજીનામું આપ્યું છે, તેઓ ઘણા સમયથી અસંતુષ્ટ હતા.
- Advertisement -
નોંધનીય છે કે સોનિયા ગાંધીએ કમિટી અધ્યક્ષ પદેથી ગુલામ નબીનું રાજીનામું સ્વીકારી લીધું છે અને વિકાસ રસૂલ વાનીને નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે.