ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
ગુલામ નબી આઝાદે ચોંકાવનારી જાહેરાત કરી છે કે, ‘હવે હું લોકસભા ચૂંટણી નહીં લડે.’ આ પહેલા તેમણે તેમની જ પાર્ટી ઉઙઅઙ (ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી)એ અનંતનાગ બારામુલા બેઠકથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાંથી હવે તેમણે નામ પરત લઈ લીધું છે. ગુલામ નબી આઝાદે અનંતનાગમાં પાર્ટી બેઠકમાં લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. હવે આ બેઠક પર સીધો મુકાબલો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે થશે. ભાજપે અત્યાર સુધી અહીં પોતાના પત્તા નથી ખોલ્યા. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં કહ્યું કે, કાશ્મીરમાં ભાજપ કોઈ ઉતાવળમાં નથી.
- Advertisement -
ભાજપ તરફથી ઉમેદવાર ન ઉતારવા પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, ‘ભાજપને કાશ્મીરમાં પોતાની હારનો અહેસાસ છે, એટલા માટે તે નથી લડી રહી.’ DPAPપાર્ટીના વડા ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડે. જો કે આ જાહેરાત આઝાદે નથી કરી, પરંતુ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ માહિતી આપી છે.
ચૂંટણીના બે દિવસ પહેલા જ આઝાદે ચૂંટણીમાંથી નામ પાછું ખેંચી લેવું એ બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. તેમણે મોહમ્મદ સલીમને ઉમેદવાર બનાવ્યા છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ અને પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ લોકસભા ચૂંટણી નહીં લડે. પાર્ટીએ અનંતનાગ-રાજૌરી સીટ પરથી નેતા મોહમ્મદ સલીમ પારેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પ્રાંત પ્રમુખ મોહમ્મદ અમીન ભટે આ માહિતી આપી છે. ઉઙઅઙ પ્રાંતીય પ્રમુખ મોહમ્મદ અમીન ભટે કહ્યું કે પાર્ટીએ હવે તેના નેતા મોહમ્મદ સલીમ પારેને બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મિયાં અલ્તાફ અનંતનાગ-રાજૌરી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.