યોગીન છનિયારા દ્વારા સતત દસમા વર્ષે સુથાર સમાજ માટે નિ:શુલ્ક વેલકમ નવરાત્રી
નાની બાળાઓના હસ્તે મહાઆરતી કરીને દાંડીયારાસનો પ્રારંભ કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટના સુથાર સમાજના યુવાઓની સંસ્થા ૠઇંઙ ગ્રુપ (ગુર્જર સુથાર હિતેચ્છું પરિવાર) દ્વારા સમસ્ત સુથાર સમાજ માટે નિ:શુલ્ક દસમાં વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કાલે 20 સપ્ટેમ્બરને શનિવારના રોજ, સાંજે 6:00 થી 11:00 કલ્યાણ પાર્ટી પ્લોટ, સીનરજી હોસ્પિટલની સામે, અયોધ્યા ચોક પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે 4000 ખેલૈયાઓ રમી શકે અને 1000 જ્ઞાતિજનો રાસોત્સવને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરી છે. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, લેઝર લાઇટિંગ, અનુભવી બાઉન્સરો જેવી સુવિધાઓ સાથે સતત દસ વર્ષથી આ એક દિવસીય રાસોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગજ્જર રાસોત્સવમાં સુતાર જ્ઞાતિની નાની બાળાઓના હસ્તે આરતી કરીને દાંડીયારાસનો પ્રારંભ થશે. રાજકીય આગેવાનો, સરકારી અમલદારો, જ્ઞાતિના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો તેમજ સુથાર સમાજના સમગ્ર જ્ઞાતિજનો હાજર રહેશે અને જાણીતા ગાયકો ગરબાની રમઝટ બોલાવશે. નામાકિત નિર્ણાયકો દ્વારા સિલેક્શન કરવામાં આવશે અને ખેલૈયાઓને લાખેણા ઇનામો પણ અપાશે.
ગજ્જર રાસોત્સવના આયોજનને સફળ બનાવવા GHP ગ્રુપના યોગીન છનિયારાની આગેવાની હેઠળ અરવિંદભાઈ ગજ્જર, અનિલ ખંભાયતા, જયેશ મહેમદાવાદીયા, અલ્પેશ ખંભાયતા, કિરીટ ઝોલાપરા, મુકેશ કરગથરા, હિરેન કલોલિયા, સંદીપ સાંકડેચા, મનીષ વિસાવડીયા, દેવાંગ ગજ્જર, સજય કથેચા, દેવ ગજ્જર, દીપક ભારદીયા, પ્રકાશ ભારદિયા, હર્ષદ સિનરોજા, ગિરીશ વડગામાં, મનીષ દસાડીયા, અશોક અઘેરા, શૈલેષ ખંભાયતા, શૈલેષ વેકરીયા, મિહિર ખંભાયતા, અનિલ કથેચા, વિપુલ અખિયાણીયા, પૂર્વેશ વડગામા, જનક પંચાસરા, ચંદ્રેશ વિસાવડીયા, કિશન ઘોરેચા, બકુલ ગોવિંદિયા, પિયુષ અઘેરા, વિરાજ ખંભાયતા, જયદીપ કરગથરા, મનીષ વિસાવડીયા મુકેશભાઈ પંચાસરા, પિયુષ અંબાસણા, સંદીપ અંબાસણા, ધર્મેશ છનિયારા, રમેશભાઈ સોનીગ્રા, વલ્લભ વડગામાં, દીપક કરગથરો, પ્રકાશ કુવારદિયા, અલ્પેશ ગજ્જર, જીતેન્દ્ર દુદકિયા, વિશાલ કલોલિયા, દેવેન્દ્ર બદ્રકીયા. ભાવેશ બદ્રકિયા, હિરેન ધ્રાંગધરીયા, વિશાલ વાલંભીયા, પ્રતિક વાલંભીયા, કેવલ ગજ્જર, નવીન પાટડીયા, હિતેશ પનારા, સાવન વડગામાં, કુલદીપ અંબાસણા, જીગ્નેશ કરગથરા, સુરેશ સંચાણિયા, કેતન સરસેચા, સાગર ગજ્જર, પરેશ સુરેલીયા. નેહલ પીલોજપરા, હિતેશ ગજ્જર, ચેતન સાંકડેચા, અર્જુન વડગામા, હિરેન સોન્ડાગર, વિજય કોચા, કલ્પેશ ભાલાર, ખુશાલ મહેમદાવાદીયા, અનિલભાઈ સાંકડેચા, જીગર ઘોરેચા, સંજય કડેચા, અમિત બાવડેચા દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.