ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર પોલીસ સ્ટાફ ઘાંટવડ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે કોડીનાર ઘાંટવડ રોડ ઉપર સરકારી પડતર જમીનમાં જાહેરમા જુગાર રમતા દસ ઇસમોને રોકડ રકમ રૂ.15380 તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે. જેમાં જુગાર રમતા આદમભાઇ નુરાભાઇ અગવાન, હુસેનમીયા કાસમમીયા બહેરૂની, સોયબ જમાભાઇ ભાદરકા, ઉસ્માનભાઇ ગનીભાઇ દયાતર, સાજીદભાઇ હુસેનભાઇ અગવાન, જીકર આદમભાઇ અગવાન નાશી જનાર, મહમદભાઇ સુલેમાનભાઇ સેલોત, પ્રતાપભાઇ ખોડુભાઇ મેવાડા, દાઉદભાઇ ઇસાભાઇ સેલોત, અલ્તુ ભાઇ એમનભાઇ ધમરોઠ તમામ રહે.ઘાંટવડ વાળને ઝડપી કોડીનાર પોલીસે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.