ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ છે. આનો ઉપયોગ ઓળખ પત્ર ઉપરાંત નાણાકીય મામલા જેમ કે ઈન્કમ ટેક્સ અને સરકારની અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટે થાય છે. પાન કાર્ડનો ઉપયોગ દરેક નાણાકીય વ્યવહારને પૂરા કરવા માટે કરવામાં આવે છે.
ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા અને પ્રોપર્ટી ખરીદવામાં તમામ કાર્યો માટે પાન કાર્ડની જરૂર પડે છે.જો તમે પાન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તેને 30 જૂન સુધી કરી લો નહીંતર તે બાદ તમે મુશ્કેલીમાં પડી શકો છો. આ સંબંધમાં ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વીટ કરીને લોકોને એલર્ટ કર્યા છે.
- Advertisement -
પાન કાર્ડ ધારક 30 જૂન 2023 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે. ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ દેશના દરેક નાગરિક જેણે 1 જુલાઈ 2017એ પાન કાર્ડ ફાળવવામાં આવ્યુ છે અને તે લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવુ જરૂરી છે. પાન અને આધાર લિંકિંગની ડેડલાઈન 30 જૂન 2023એ પૂર્ણ થવાની છે.
અગાઉ આ ડેડલાઈન 31 માર્ચ 2023 નક્કી કરવામાં આવી હતી. જોકે બાદમાં નાણા મંત્રાલયે 28 માર્ચે એક પ્રેસ રિલીઝ કરીને જાણકારી આપી હતી કે ટેક્સપેયર્સની સુવિધાને જોતા પાન આધાર લિંકિંગની સમય મર્યાદાને વધારીને 30 જૂન કરી દેવાઈ છે. જો તમે આ તારીખ ચૂકી જાવ તો પછી આ કામ માટે તમારે 1000 રૂપિયા પેનલ્ટી આપવી પડશે.