આવનારા નવા વર્ષમાં ભક્તોને ભગવાન શિવની આરાધના કરવા માટે એક નહીં પરંતુ બે મહિનાનો સમય મળશે. જી હા વર્ષ 2023માં બે મહિના સુધી શ્રાવણ મહિનો છે.
નવું વર્ષ શરૂ થતાંની સાથે જ દરેક વ્યક્તિ તે વર્ષમાં આવનારા તહેવાર વિશે જાણવા માંગે છે. વર્ષ 2023માં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આગામી વર્ષ 2023માં અધિક મહિનાના કારણે શ્રાવણ મહિનો એક નહીં પરંતુ બે મહિના સુધી ચાલશે. હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2023 12 નહીં પણ 13 મહિનાનું વર્ષ હશે. આવી સ્થિતિમાં શ્રાવણનો મહિનો બે મહિના સુધી ચાલવાનો છે.
- Advertisement -
2 મહિના સુધી મળશે મહાદેવના આશીર્વાદ
જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે શિવભક્તોને મહાદેવના આશીર્વાદ મેળવવા માટે એક મહિનો નહીં પરંતુ બે મહિનાનો સમય મળવાનો છે. કારણ કે આ વર્ષે અધિક માસ હશે. શાસ્ત્રોમાં તેને મલમાસ પણ કહેવામાં આવે છે. 19 વર્ષ પછી એવો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે કે શ્રાવણનો મહિનો બે મહિના સુધી ચાલશે.
જાણો શું હોય છે અધિકમાસ
હિંદુ કેલેન્ડર મુજબ દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો આવે છે. તે અધિકમાસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. મહત્વનું છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે. પરંતુ જે માસમાં સંક્રાંતિ ન હોય તેને અધિકામાસ અથવા મલમાસ તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
- Advertisement -
કઈથી કઈ તારીખ સુધી છે અધિકમાસ?
તમને જણાવી દઈએ કે હિંદુ કેલેન્ડર મુજબ વર્ષ 2023માં અધિક મહિનો 18 જુલાઈથી શરૂ થશે અને 16 ઓગસ્ટ 2023 સુધી રહેશે. મહત્વનું કે દર ત્રણ વર્ષ પછી એટલે કે દર 32 મહિના અને 16 દિવસે અધિકમાસ આવે છે.
અધિકમાસનું મહત્વ
જ્યોતિષ અનુસાર અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ગ્રહ શાંતિ, દાન, પુણ્ય, વિષ્ણુ મંત્રોનો જાપ વગેરે કરવામાં આવે છે.
આમ કરવાથી અધિકમાસના અશુભ પરિણામોથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે મલમાસમાં પૂજા કરનારા લોકોને ભગવાન વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપે છે. તેમના પાપોમાંથી મુક્તિ આપે છે અને ભક્તોની તમામ મનોકામના જલ્દી પૂર્ણ કરે છે.