-આયરિશ ફિલ્મ ‘ધી વેશીઝ ઓફ ઈનિશેરીને ચાર એવોર્ડ જીત્યા: બેસ્ટ ડોકયુમેન્ટરીમાં નોમિનેટેડ ભારતીય ફિલ્મ એવોર્ડ મેળવવામાં ચુકી ગઈ
-આ એવોર્ડમાં ‘નેવેલ્ની’એ બાજી મારી: રેડ કાર્પેટ પર દુનિયાભરનાં સ્ટાર્સ નજરે પડયા
- Advertisement -
બ્રિટીશ એકેડેમી ફિલ્મ પુરસ્કાર (બાફટા)ના વિજેતાઓની જાહેરાત થઈ ચુકી છે.એવોર્ડ સમારોહમાં જર્મન ફિલ્મ ઓલ કવાઈટ ઓન ધી વેસ્ટર્ન ફ્રન્ટ ફિલ્મ છવાઈ ગઈ. આ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને સર્વશ્રેષ્ઠ ડાયરેકટર સહીત સાત શ્રેણીઓમાં એવોર્ડ પોતાના નામે કર્યા હતા.
આ સિવાય ફિલ્મ ‘એલ્વિરા’ અને આયરીશ ફિલ્મ ‘ધી વેશીંઝ ઓફ ઈનિશેરીન’ને ચાર-ચાર બાફટા એવોર્ડસ મળ્યા હતા. જયારે સર્વશ્રેષ્ઠ ડોકયુમેન્ટરીની શ્રેણીમાં નોમિનેટ ભારતીય ફિલ્મ ‘ઓલ ધેટ બ્રિડસ’ બાફટા એવોર્ડ જીતવામાં ચુકી ગઈ હતી. આ શ્રેણીમાં ‘ઓલ ધેટ બ્રિડસ’નો મુકાબલો નેવલ્ની, ઓલ ધી બ્યુટી એન્ડ ધી બ્લડ શેડ, ફાયર ઓફ લવ અને મુનએજ ડે ડ્રીમ સાથે હતો.જેમાં નેવલ્લીએ બાજી મારી હતી.
આ પહેલા સાઉથ બેન્ક સેન્ટરનાં રોયલ ફેસ્ટીવલ હોલમાં આયોજીત પુરસ્કાર સમારોહમાં દુનિયાભરના અજેય સ્ટાર્સ રેડ કાર્પેટ પર નજરે પડયા હતા.
- Advertisement -
એનિમેટેડની શ્રેણીમાં ‘અવતાર’ને એવોર્ડ
બોકસ ઓફીસ પર ધુમ મચાવ્યા બાદ નિર્દેશક જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતાર’ ધી વે ઓફ વોટર એ બાફટા એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ સ્પેશ્યલ વિઝયુઅલ ઈફેકટસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મનો મુકાબલો ઓલ કવાઈટ ઓન ધી વેસ્ટર્ન ફસ્ટ, ધી બેટમેન એવરીથીંગ એવરીવર ઓલ એટ વન્સ અને ટોમ ક્રુઝની ‘ટોપ ગન: મેવરિક સાથે હતો.
આ લોકોએ એવોર્ડ પોતાના નામે કર્યા
– સર્વશ્રેષ્ઠ ડાયરેકટર: એડવર્ડ બર્ઝર
– સર્વશ્રેષ્ઠ સહ અભિનેતા: બૈરી કેધન
– સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રી: કેરી કોન્ડન
– સર્વશ્રેષ્ઠ કાસ્ટીંગ: એલ્વિસ
– સર્વશ્રેષ્ઠ વૃતચિત્ર: નેવલ્ની
– સર્વશ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડીઝાઈન: એલ્વિસ
– સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: ઓલ કવાઈટ ઓન ધી વેસ્ટર્ન ફ્રન્ટ