-આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધતા મહત્વનો સંકેત
-રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાને જર્મનીના રાષ્ટ્રવડાને આવકાર્યા
- Advertisement -
જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જ આજે ભારતની મુલાકાતે આવી પહોંચતા રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ શિખર મંત્રણા યોજી રહ્યા છે. 2021માં જર્મનીના ચાન્સેલર (રાષ્ટ્રવડા) બન્યા બાદ શોલ્જની આ પ્રથમ ભારત મુલાકાત છે
જેમાં યુક્રેન યુદ્ધ અને ચીનની વધતી જતી આંતરરાષ્ટ્રીય વગ સહિતના મુદે ચર્ચા થશે અને સૌથી મહત્વનું એ છે કે બંને દેશો વચ્ચે શસ્ત્ર કરાર પણ થવાની શકયતા છે. ભારતની નૌકાદળ માટે જર્મની પ્રોજેકટ 75 મુજબ તેની અતિ આધુનિક સબમરીન પુરી પાડી શકે છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની શિખર મંત્રણામાં આ ચર્ચા થશે. બાદમાં ભારત અને જર્મની આ ડિઝલ તેમજ ઈલેકટ્રીક સબમરીનનું સંયુક્ત ઉત્પાદન કરવા પણ વિચારશે.
German Chancellor Olaf Scholz meets Prime Minister Narendra Modi at Rashtrapati Bhavan pic.twitter.com/zymgGzkpsk
- Advertisement -
— ANI (@ANI) February 25, 2023
ભારતીય નૌકાદળ માટે આ પ્રકારની છ સબમરીનની ખરીદીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે અને તે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ હેઠળ ભારતમાં જ ઉત્પાદીત કરવા માટે પણ જર્મની ઓફર કરશે. હાલમાં જ જે રીતે એરઈન્ડીયાએ અમેરિકા અને ફ્રાન્સ પાસેથી 400થી વધુ મુસાફર વિમાનો ખરીદવાનો કરાર કર્યો છે તે બાદ વૈશ્ર્વિક કંપનીઓનો ભારતમાં રસ વધી ગયો છે.