IPLની ફાઇનલ વચ્ચે અમદાવાદની શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી
રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા બ્લાસ્ટની ધમકી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ઈંઙકની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં જઙ રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ-ઉઊઘ કચેરીને જાણ કરી છે. રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે શાળામાં બ્લાસ્ટની ધમકી અપાઈ છે.
સ્કૂલના સંચાલક હરેશ વાઢેરે જણાવ્યું હતું કે ઈ-મેલ આવતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું નથી. ઉઊઘ કચેરીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
આ અંગે અમદાવાદ શહેર ઉઊઘ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલને ધમકી મળતાં સ્કૂલે પોલીસને અને ઉઊઘ કચેરીને જાણ કરી છે. સ્કૂલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્કૂલને સપોર્ટ કરવા પોલીસને જાણ કરવામાં આવી છે. સ્કૂલમાં બિનઅધિકૃત વ્યક્તિને ન આવવા દેવા પણ જણાવવામાં આવ્યું છે.
ઝોન 7 ઉઈઙ શિવમ વર્માએ જણાવ્યું હતું કે સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યા બાદ બોમ્બ- સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઈ-મેલ કરનારની તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.
શાળાને મળેલા ઈ-મેલમાં શું લખ્યું છે ?
શાળાને જે ઈ-મેલ કરવામાં આવ્યો છે એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. મેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સવાલ ઉઠાવાયો છે કે દિવિજનાં માતા-પિતા સામે દહેજના કેસમાં કોઈ કાર્યવાહી કેમ નથી
થઈ રહી?