રત્નાકરજીને વિધાનસભા-68ના જનસંપર્ક કાર્યાલય ખાતેથી રોજેરોજ યોજાતી વિવિધ જનસેવા કામગીરી તેમજ સેવા કેમ્પની માહિતી અપાઈ
વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા: ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે રત્નાકરજીનું અભિવાદન કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા સૌરાષ્ટ્રનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો તે અંતર્ગત રાજકોટ (પૂર્વ) વિધાનસભા 68ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય અને લોકપ્રિય ધારાસભ્ય ઉદય કાનગડના પેડક રોડ સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાતઅર્થે પધાર્યા હતા.
આ તકે રત્નાકરજીનું ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પરિમલ પરડવા, પુજાબેન પટેલ, ભગવતીબેન ધરોડીયા, પૂર્વ ડે.મેયર વલ્લભભાઈ દુધાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રત્નાકરજીને વિધાનસભા 68ના જનસંપર્ક કાર્યાલય ખાતેથી રોજેરોજ યોજાતી વિવિધ જનસેવાકીય પ્રવૃત્તિઓ અને કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચે તે માટે યોજાતી સેવાકીય કામગીરી અને યોજાતા અનેકવિધ સેવા કેમ્પની માહિતી અપાઈ હતી ત્યારે વિધાનસભા 68 દ્વારા રોજેરોજ યોજાતા આ જનસેવા કાર્યને બિરદાવી ‘સેવા હી સંગઠન’ના મંત્રને સાકાર કરવા બદલ તેમજ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને લોકો વચ્ચે સેતુરૂપ બનેલ 68-રાજકોટ (પૂર્વ) જનસેવા કાર્યાલયની સેવાકીય કામગીરીને બિરદાવી પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીએ ધારાસભ્ય ઉદય કાનગડને શુભેચ્છા પાઠવેલ હતી.
આ તકે વિધાનસભા-68 જનસેવા કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચા મહામંત્રી દેવીકાબેન રાવલ, અનુ. જાતિ. પ્રમુખ રતાભાઈ પરમાર, શહેર ભાજપ કિસાન મોરચા મહામંત્રી ભરત રાદડીયા (ભાદાભાઈ), શહેર ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી બાબુભાઈ માટીયા, વોર્ડ નં. 3માંથી પૂર્વેશ ભટ્ટ, હેમભાઈ પરમાર, વોર્ડ નં. 4માંથી જે. ડી. ભાખર, વોર્ડ નં. 5માંથી દુષ્યંત સંપટ, પરેશ લીંબાસીયા, વોર્ડ નં. 6માંથી પરેશ પીપળીયા (પી.પી.), મંજુબેન કુંગશીયા, વોર્ડ નં. 15માંથી જયેશ દવે, મૌલિક પરમાર, વિનોદ કુમારખાણીયા, મહેશ અઘેરા, ચાંદનીબેન ગોંડલીયા, જશુબેન રૈયાણી સહિતના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.