Stock Market : સપ્તાહના બીજા દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે શેરબજારમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 134.27 પોઈન્ટ ઘટીને 79,514.65 પર કારોબાર કરી રહ્યો છે. આ તરફ નિફ્ટી 38.65 પોઈન્ટ ઘટીને 24,308.35 પર છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે મંગળવારે સવારે બેન્કિંગ, ફાર્મા અને મેટલ શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. Unicommerce E-Solutions Limited અને FirstCry ની મૂળ કંપની Brainbees Solutions ના શેર આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ બધાની વચ્ચે એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 2.17% ઉપર છે. હોંગકોંગનો હેંગસેંગ 0.08% નીચે છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.04% અને કોરિયાના કોસ્પીમાં 0.11%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.