વાવડીમાં વક્ફ બોર્ડ કબ્રસ્તાન અને રાવળ સમાજ સમાધિ સ્થળ ફાળવવા દરખાસ્ત મુકાશે
કુલ 15 કોર્પોરેટર જનરલ બોર્ડમાં 32 પ્રશ્ન પૂછશે, 9 દરખાસ્ત પર નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તા. 19ના રોજ યોજાશે. જેમાં કોંગ્રેસમાંથી આપમાં ગયેલા કોર્પોરેટર કોમલબેન ભારાઈ અને વશરામ સાગઠિયા બોર્ડમાં વિવિધ પ્રશ્નો મુદ્દે સભાને ગજવશે. જનરલ બોર્ડમાં પક્ષ-વિપક્ષ થઈને કુલ 15 કોર્પોરેટરો 32 પ્રશ્નો સભા સમક્ષ મુકશે. જેમાં વોર્ડ નં-11ના કોર્પોરેટર વિનુ સોરઠિયા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને ચોમાસા દરમિયાન સફાઈની કામગીરી કેવી રીતે રહેશે અને કેન્સરના દર્દીઓને 1 વર્ષમાં કેટલા લોકોને લાભ મળ્યો છે તેની જાણકારી માટે પ્રશ્નો પૂછાશે.
જ્યારે વોર્ડ નં-18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેટલા પ્રોજેક્ટ કાર્યરત થયા અને ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 6 માસમાં કેટલી આગ બુઝાવવામાં કેટલી કામગીરી કરવામાં આવી.
જ્યારે કોંગ્રેસ છોડી આપમાં ગયેલા કોમલ બેન ભારાઈએ ખાનગી શાળા-કોલેજો પાસેથી મહાનગરપાલિકા કેટલો ટેક્સ વસૂલે છે તે અંગે જાણકારી આપવા. જ્યારે આ સિવાય શહેરના વોર્ડ નં 07માં વિજય પ્લોટ શેરી નં.12માં અને શહેરના વોર્ડ નં.03માં ભીચરીનાકા પાસે પમ્પીંગ સ્ટેશન સામે આવેલ જાહેર યુરિનલ દુર આવેલા, વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ, વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબાની સરવે નં-6ની જમીન ફાળવવા તથા સરવે નં 218 પૈકીની જમીન સમસ્ત રાવળ સમાજને સ્મશાન/સમાધિ સ્થાન માટે ફાળવવા, શહેરના વોર્ડ ન.13માં આનંદ બંગલા ચોક પાસે આવેલ મેંગો માર્કેટવાળા ચોકને સ્વ. રતિભાઈ બોરીચા નામકરણ કરવા સહિતની કુલ 9 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.
મહાપાલિકાનું તા.19એ જનરલ બોર્ડ: વિપક્ષ વિવિધ પ્રશ્ર્ને શાસકોને ભીડવશે
