કુલ 47 સવાલોની પ્રશ્ર્નોત્તરી જનરલ બોર્ડમાં મૂકાશે
ભાજપના 14 નગરસેવકોના પ્રશ્ર્નો પહેલા: સૌથી છેલ્લાં નંબરે વિપક્ષી નેતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડની મિટીંગ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં કુલ ત્રણ દરખાસ્તો અંગે નિર્ણય થશે અને 15 કોર્પોરેટર પ્રશ્ર્નો રજૂ કરશે.
આવતીકાલે મળનારી જનરલ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન મનિષભાઈ રાડીયાનો છે જે રામવનને લગતો પ્રશ્ર્ન, ટ્રાફિક સિગ્નલને લગતાં પ્રશ્ર્નો કરશે. આ મિટીંગના એજન્ડામાં કુલ ત્રણ દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ, વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબા, વાવડી રેવન્યુ સર્વે નં. 149 પૈકીની જમીનમાં નીમ કરવા માટે તથા શહેરના વોર્ડ નં. 16માં મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા મુરલીધર વે-બ્રીજની બાજુમાં આવેલા જૂનો વડાળીનો માર્ગ તરીકે ઓળખાતા રસ્તાને રામનાથ ઈન્ડસ્ટ્રીઝ મેઈન રોડ નામકરણ કરવા તથા ત્રીજો નગર પ્રા. શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ટોટલ 15 કોર્પોરેટરોએ 32 પ્રશ્ર્નો ઈનવર્ડ કરાવ્યા છે જેમાં સૌથી પહેલો પ્રશ્ર્ન ભાજપના નગરસેવકો અને સૌથી છેલ્લા પ્રશ્ર્નો વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી કરશે.



