72 નગરસેવકો પરંતુ પ્રશ્ર્નો માત્ર 28 જ?
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળનાર છે ત્યારે આ બોર્ડમાં અનેક પ્રશ્ર્નો મુદ્દે વિપક્ષો ધમાલ મચાવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન વશરામ સાગઠીયાનો છે જેમાં શહેરમાં લાગતા ધાર્મિક અને રાજકીય કાર્યક્રમના બેનરો અને શહેરમાં સૂચિત સોસાયટીમાં ચાલતી સ્કૂલોની વિગતો માગતા કાલે બોર્ડમાં ધમસાણ થાય તેવી પૂરી સંભાવના છે.
- Advertisement -
આ જનરલ બોર્ડમાં વશરામ સાગઠીયા, લીલુબેન જાદવ, દેવાંગ માંકડ, અલ્પનાબેન દવે, કંચનબેન સિદ્ધપુરા, દર્શનાબેન પંડ્યા, જયમીન ઠાકર, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, દક્ષાબેન વાઘેલા અને હાર્દિકભાઈ ગોહેલ 2-2 પ્રશ્ર્નો પૂછયા છે. આમ ભાજપના 10 સભ્યોએ 20, કોંગ્રેસના 1 સભ્યએ 3 પ્રશ્ર્નો પૂછયા છે. જનરલ બોર્ડની બેઠકમાં 9 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અને મંજૂરીની મહોર મારવામાં આવશે.
જેમાં નગર રચના યોજના નં. 34, મવડી, નગર રચના યોજના 35 મવડી બનાવવા માટે ઈરાદો જાહેર કરવા મ્યુ. કમિશનરનો પત્ર તેમજ વોર્ડ નં. 15માં ભાવનગર રોડ પર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શૌચાલય દૂર કરવા માટે મ્યુ. કમિશનરનો પત્ર આવેલો છે તે સહિત 9 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અને મંજૂરી આપવામાં આવશે.