સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી તા. 21 ફેબ્રુઆરીએ રામવનમાં મળશે: જયમીન ઠાકર
હજુ કામ અધુરું હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ સરોવરનું લોકાર્પણ નહીં કરે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગ આજરોજ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આજની આ જનરલ બોર્ડમાં બજેટની ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન શાસક-વિપક્ષ આમને-સામને આવી ગયા હતા તેમજ બજેટને લઈને વિરોધપક્ષના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ શાસક પક્ષે ચર્ચા કરી હતી. આ સાથે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી 21 ફેબ્રુઆરીના રામવન ખાતે મળશે તેવી જાહેરાત મનપા સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરી હતી.
આજરોજ મળેલી મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં અંદાજિત 12 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ 94 હેઠળ રજૂ કરવાના થતાં રાજકોટ મનપાના નાણાકીય વર્ષ 2020-21, 2021-22 અને 2022-23ના આવક ખર્ચના વાર્ષિક હિસાબો તેમજ ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ 95 મુજબ નાણાંકીય વર્ષ 2023-24નું રિવાઈઝ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2024-25નું અંદાજપત્ર મંજૂર કરવા સહિતની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ આજની જનરલ બોર્ડમાં સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકરે અટલ સરોવર અંગેની જાહેરાત કરતાં કહ્યું કે પીએમ મોદી રાજકોટમાં અટલ સરોવરનું લોકાર્પણ કરશે નહીં, કારણ કે હાલ અટલ સરોવરનું કામ પૂર્ણ થયું નથી.
- Advertisement -
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી અટલર સરોવરનું લોકાર્પણ કરવાના હતા તેવી જાહેરાત કરાયા બાદ હવે તારીખમાં પીછેહઠ કરવામાં આવી છે. અટલ સરોવરમાં હાલ પાણીની સપાટી ખૂબ જ ઓછી છે એટલે ફુવારો ચાલુ થઈ શકે તેમ નથી, ઉપરાંત તળાવના કાંઠે ચગડોળ મૂકવામાં આવી છે પરંતુ તેનું પણ લાયસન્સ લેવાનું બાકી છે. આમ કામગીરી અધૂરી હોવાની કારણે હવે આવતા ટૂંક સમયમાં કરાશે તેવું આજરોજ જયમીન ઠાકરે જણાવ્યું હતું.