જનરલ બોર્ડમાં સમાવેશ થયેલા 9 ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ
જનરલ બોર્ડમાં ખાડાના ફોટા લઇ વિપક્ષ દ્વારા વિરોધ…
- Advertisement -
લ્યો.. બોલો ! વિનુભાઇએ કહ્યું કે, રાજકોટમાં
કયાંય ખાડા જ નથી…!
વશરામભાઇ મીડિયામાં હાઇલાઇટ થવા માટે વિરોધ કરી રહ્યા છે : જયમીન ઠાકર
વશરામભાઇ તમે ‘આપ’માંથી પ્રશ્ર્ન કરો છો કે, કૉંગ્રેસમાંથી ?: કીર્તિબા રાણા
- Advertisement -
મનપાના ત્રણેય ઝોનમાં નવા ત્રણ ટીપીઓની નિમણૂંક થશે: મ્યુનિ. કમિશનરે પ્રથમ પ્રશ્ર્નનો જવાબ આપતા જ પક્ષ-વિપક્ષ આમને સામને
માધાપર, મુંજકા, મનહરપુર-1, ઘંટેશ્વર, મોટામવાને છેલ્લા 4 વર્ષમાં શું સુવિધા અપાઈ તેના જવાબમાં જ જનરલ બોર્ડ પૂર્ણ થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં કુલ 9 ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ 32 સવાલોની ચર્ચા થવાની હતી પરંતુ માત્ર એક પ્રશ્ન જે વોર્ડ નં-17ના કીર્તિબા રાણાએ નવા ભળેલા ગામોના વિકાસ મુદ્દે પૂછ્યો હતો. જેના જવાબમાં જ બોર્ડ પૂર્ણ થયું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનરે નવા ભળેલા ગામ ઘંટેશ્વર, માધાપર, મુંજકા, મનહરપુર, મોટામવાના વિકાસ કામો અંગે જણાવ્યું હતું કે, રોડ- રસ્તા, સ્ટોર્મ વોટર, સીસી રોડ માટે 376 કરોડના કામો મંજૂર થયા છે. ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન માટે 259 કરોડના કામો મંજૂર થયા છે જ્યારે 130 કરોડના કામો ચાલુ છે. નવા ભળેલા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવાશે. રોશની વિભાગ દ્વારા પણ 4 વર્ષ દરમિયાન એલઈડી લાઈટો નાખવામાં આવી જ્યારે આ લાઈટ ઓટોમેટીક ચાલુ-બંધ થાય તેવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાયો હતો.
નવા ભળેલા વિસ્તારોના પ્રશ્નોના જવાબ મ્યુનિસિપિલ કમિશનર આપતા હતા ત્યારે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ વિરોધ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં ચારેબાજુ ખાડા છે, શાસકોને રસ્તાની હાલત દેખાતી નથી ફક્ત વિકાસની જ વાતો કરે છે જ્યારે વિરોધ કરતા વિપક્ષી નેતાને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે અટકાવીને કહ્યું હતું કે, કોંગ્રેસ એકપણ વખત અમારી ચેમ્બરમાં કોઈ રજૂઆત કરવા આવ્યા નથી માત્ર બોર્ડમાં મીડિયામાં આવવા માટે વિરોધ કરે છે. મીડિયામાં હાઈલાઈટ થવા માટે વિરોધ છે. કીર્તિબા રાણાએ કહ્યુ હતું કે, પહેલા તમે એ કહો કે, તમે આપમાંથી પ્રશ્ન કરો છો કે, કોંગ્રેસમાંથી, તમારી સરકાર હવે જતી રહી છે.
વશરામ સાગઠીયા પાટા-પીંડી કરી બોર્ડમાં આવ્યા: ટીંગાટોળી કરીને બહાર કઢાયા
વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિત અન્ય કોર્પોરેટર ખાડાના ફોટાના બેનરો લઈને સાથે આવ્યા હતા. તેમની સાથે જ તેઓએ પાડા-પીંડી પણ કરી હતી જેને લઈને આરોપ-પ્રતિ આરોપ થયા હતા. બોર્ડમાં હલ્લાબોલ કરતા મેયરના કહેવાથી માર્શલોએ વિપક્ષી નેતાઓને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા.