ધાર્મિક કટ્ટરતાએ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિનો જીવ લઈ લીધો, જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
- Advertisement -
ઉદયપુર હત્યાકાંડમાં માર્યા ગયેલા કનૈયાલાલના મૃતદેહનું સાત કલાક બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રશાસન અને પરિવારની વચ્ચે સહમતિ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. તો વળી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, કનૈયાલાલના પરિવારને 31 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથે જ પરિવારના બે સભ્યોનો નોકરી આપવાની પણ રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ મામાલે આરોપી સાથે સમાધાન કરનારા ASI ભંવર લાલને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે તપાસ SITને સોંપી દેવામાં આવી છે.
બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવનારા ASI સસ્પેન્ડ
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ASI ભંવર લાલે જ નૂપુર શર્માના સપોર્ટમાં નાખેલી પોસ્ટ સાથે જોડાયેલ કેસમાં કનૈયાલાલના પરિવાર અને ફરિયાદ પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ADG હવા સિંહ ધુમારિયાએ જણાવ્યું હતું કે, ઉદયપુરમાં 10 જૂને મુસ્લિમ સમુદાયે પયગંબર મહોમ્મદ મામલામાં કનૈયાલાલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં કનૈયાલાલે 11 જૂનાના દિવસે જામીન પણ આપી દેવામાં આવ્યા હતા. તો વળી 15 જૂનના રોજ કનૈયા લાલને જાનથી મારી નાખવાનો ખતરો હોવાનું લેખિતમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેના પર પોલીસે બંને સમુદાયને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, સમાધાન કર્યાના 13 દિવસ બાદ કનૈયાલાલની હત્યા કરી દેવામાં આવી હતી.
- Advertisement -
CM ગેહલોતને શાંતિની અપીલ કરી
ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કાલે ટ્વિટ કરીને કહ્યું કે, ઉદયપુરમાં યુવકની હત્યાના બંને આરોપીની રાજસમંદમાંથી ધરપકડ કરવામા આવી છે. આ કેસના અનુસંધાનમાં ઓફિસર સ્કીમ અંતર્ગત કરવામાં આવશે અને ત્વરિત અનુસંધાન સુનિશ્ચિત કરીને અપરાધીઓને કોર્ટ તરફથી કડકમાં કડક સજા સંભળાવવામાં આવશે. હું ફરી એક વાર તમામ લોકોને શાંતિની અપીલ કરુ છું.
Udaipur beheading incident: Sec 144 imposed across Rajasthan for one month
Read @ANI Story | https://t.co/HvtH3cfZ0E#Udaipur #Rajasthan #Udaipurincident pic.twitter.com/Vx3ESNJCS6
— ANI Digital (@ani_digital) June 28, 2022
સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ
આ મામલાની ગંભીરતા જોતા પ્રશાસને ઉદયપુરના સાત પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં કલમ 144 સાથે સાથે કર્ફ્યૂ લગાવી દીધું છે. તો વળી પહેલા ઉદયપુર અને બાદમાં સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને રજા કેન્સલ કરી દેવામા આવી છે. રાજ્યભરમાં તમામ SP અને IGને પુરી ફોર્સ સાથે ગ્રાઉંડ પર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી મુખ્યમંત્રીએ લોકોને શાંતિની અપીલ કરી લોકોને અફવા ન ફેલાવા માટે અનુરોધ કર્યો છે.
Sec 144 imposed in entire district, state. Shanti March has been cancelled…We appeal to the people to maintain peace. Leaves of police personnel cancelled & they have been asked to report back. They are being deployed in law & order duty: Ajmer SP Vikas Sharma#UdaipurKilling pic.twitter.com/GMDd6QXjss
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 28, 2022