ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
સ્વામી વિવેકાનંદ કોલેજ ઑફ કોમર્સ એન્ડ આર્ટ્સ પાલિતાણામાં આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થિનીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથની કુમકુમ અને અક્ષતથી પૂજા કરી આરતી પણ ઉતારી હતી. પ્રા.કીર્તિ ધુરકા તેમજ પ્રા. ઝરણા ત્રિવેદીએ ગીતાનું માનવ જીવનમાં મહત્ત્વ અને મહાનતા વિષે વક્તવ્ય આપ્યું હતું.તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં કેટલાંક શ્લોકનું ગાન પણ કરવામાં આવ્યું હતું.આ તકે આચાર્ય ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ શ્રી વિજયભાઈ પંડ્યાના માર્ગદર્શનથી આ આયોજન કરવામાં આવ્યું હતું.સહુના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.