અધિવેશનમાં 7 કંપનીના આગેવાનોની નિમણૂંક કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
જૂનાગઢ બાયપાસ રોડ પરના ગોધાણી કેમ્પસ ખાતે ગુજરાત એનર્જી બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન (ૠઊઇઊઅ)નું ત્રિ-વાર્ષિક અધિવેશન ઉર્જા મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી ગુજરાત આજે વીજ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર ’સરપ્લસ સ્ટેટ’ બન્યું છે, જેનો શ્રેય રાજ્યના કુશળ વીજ ઇજનેરો અને કર્મયોગીઓને ફાળે જાય છે.મંત્રીએ હાઈડ્રોજન ફ્યુલ અને રિન્યુએબલ એનર્જી જેવા નવા આયામો પર ભાર મૂકતા જણાવ્યું કે, વીજ ક્ષેત્રમાં રિસર્ચ, ડેવલપમેન્ટ અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શુભેચ્છા સંદેશ પાઠવી વાવાઝોડા અને પૂર જેવી આપત્તિઓમાં વીજ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. ૠઊઇઊઅ ના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું કે, કર્મયોગીઓના પરિશ્રમથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ઙૠટઈક, ૠઊઝઈઘ અને ઞૠટઈકના એમડીઓ સહિત રાજ્યભરના વીજ ઇજનેરો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં એમ.એમ. કડછાએ સ્વાગત પ્રવચન અને વી. વી. ખૂંટે આભારવિધિ કરી હતી. આ અધિવેશનમાં વહીવટી પારદર્શિતા અને ટેકનોલોજીકલ અપડેટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.જીબીયાના 27માં અધિવેશનમાં સર્વાનુમતે એચ.જી. વઘાસીયાની સેક્રેટરી જનરલ તરીકે તથા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમ. એમ. કડછાની વરણી થયેલ છે. આ સાથે અન્ય તમામ કંપની જીએસ તથા વાઇસ પ્રેસિડેન્ટમાં ઙૠટઈકના જનરલ સેક્રેટરી જે. એલ. અમૃતિયા, જેટકોના જનરલ સેક્રેટરી બી. બી. બાબરીયા તથા વાઇસ પ્રેસિડેન્ટ એસ.ડી. પટેલ, ઞૠટઈક ના જનરલ સેક્રેટરી કૌશિક ચૌધરી, ઉૠટઈક ના જનરલ સેક્રેટરી નાકરાણી, ખૠટઈક ના જનરલ સેક્રેટરી ચૌહાણ, જિશેકના જનરલ સેક્રેટરી તરીકે ભાવિન પટેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ બી. એ. પ્રજાપતિ આમ સાતેય કંપનીના તમામ આગેવાનોઓની નિમણુંકથી તમામ અધિકારીને શુભેચ્છાઓ આપી હતી.



