ટ્વિટર પર ગંભીરે તસ્વીર પોસ્ટ કરી અને લખ્યું કે, ચૂંટણીમાં વિજયી બનવા પર અભિનંદન પાઠવ્યા: ગૃહ મંત્રીના નેતૃત્વ હેઠળ દેશમાં સુરક્ષામાં વધારો થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
- Advertisement -
ગંભીર ટી20 વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડને ભારતના મુખ્ય કોચ તરીકે બદલવાનો પ્રબળ દાવેદાર છે. દ્રવિડે પુષ્ટિ કરી છે કે તે ચાલી રહેલા ઝ20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપશે. બીસીસીઆઈના સચિવ જય શાહે સંભવિત નવી નિમણૂક અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. રાહુલ દ્રવિડના સ્થાને પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવાની ઘણી ચર્ચા ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ થોડા દિવસો પહેલા કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી, જેની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે.
જો કે, હજુ સુધી મુખ્ય કોચનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગંભીરનું નામ લગભગ નિશ્ર્ચિત છે. દરમિયાન, ગંભીરે સોમવારે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત લીધી, જેણે ફરી એકવાર ચર્ચાને ગરમ કરી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી સાંસદ બન્યા હતા. તેણે પોતાની ક્રિકેટ કોચિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્રિય રાજકારણમાંથી બ્રેક લીધો છે. સંભવત: આ કારણોસર તેમને આ સંદર્ભે ટિકિટ આપવામાં આવી ન હતી. સોશિયલ મીડિયા પર અમિત શાહ સાથેની એક તસવીર શેર કરતાં ગંભીરે લખ્યું, તાજેતરની ચૂંટણીમાં મળેલી સફળતા બદલ તેમને અભિનંદન આપવા ગૃહમંત્રી અમિત શાહજીને મળ્યા. ગૃહમંત્રી તરીકે તેમનું નેતૃત્વ આપણા દેશની સુરક્ષા અને સ્થિરતાને વધુ મજબૂત બનાવશે.