ગૌતમ અદાણી ડિઝની હોટસ્ટાર ખરીદે તેવી શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
ડિઝની પ્લસ દ્વારા હોટસ્ટાર ખરીદવાના અહેવાલો છે. દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને કલાનિધિ મારન આ રેસમાં સૌથી આગળ છે. જો કે ફાઈનલ ડીલ હજુ થઈ નથી, પરંતુ જો ડીલ ફાઈનલ થઈ જશે તો ભારતમાં વિડિયો સ્ટ્રીમિંગના મામલામાં ઉંશજ્ઞઈશક્ષયળફ ને જોરદાર ટક્કર મળે તેવી શક્યતા છે.
જીઓ સિનેમાએ વિડિયો સ્ટ્રીમિંગ એપ્સના મામલામાં જોરદાર એન્ટ્રી કરી છે. જેને લઈને ડિઝની પ્લસ હોટસ્ટારની મુશ્ર્કેલીઓ વધવા લાગી છે. આવી સ્થિતિમાં કંપની પોતાનો ભારતીય બિઝનેસ વેચવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ડિઝની પ્લસ હોટસ્ટારને દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી ખરીદી શકે છે.
માહિતી અનુસાર ડિઝની પ્લસ હોટસ્ટાર છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણી સાથે વાતચીત કરી રહી છે. આ સિવાય સન ટીવી નેટવર્કના માલિક કલાનિતિ મારન સાથે પણ વાતચીત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ડિઝની પ્લસ હોટસ્ટાર સંભવિત ભાગીદારો પર વિચાર કરી રહી છે અને બિઝનેસ વેચી રહી છે. તમને જણાવી દઈએ કે ડિઝની પ્લસ હોટસ્ટારના સબસ્ક્રાઈબર્સ ઘણા સમયથી ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં કંપની ભારતથી બહાર નીકળવા માંગે છે.
ડિઝની પ્લસ હોટસ્ટાર એ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના વિડિયો સ્ટ્રીમિંગ માટે એક મોટું પ્લેટફોર્મ હતું, જેના કારણે કંપનીને ઘણો નફો થતો હતો, પરંતુ ગયા વર્ષે જિયોએ ફિફા વર્લ્ડ કપ અને ક્રિકેટ મેચનું ફ્રી સ્ટ્રીમિંગ કરીને ડિઝની પ્લસ હોટસ્ટારની ગેમને બગાડી નાખી હતી. જો કે ફરી એકવાર ડિઝની પ્લસ હોટસ્ટારે એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપના રાઈટ્સ મેળવીને બિઝનેસ બચાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમ છતાં કંપનીએ મોબાઈલ પર ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ કરવું પડશે. જો ગૌતમ અદાણી અથવા કલાનિધિ મારન ડિઝની પ્લસ હોટસ્ટારની માલિકી મેળવે છે, તો તે ઉંશજ્ઞઈશક્ષયળફ સાથે સીધી સ્પર્ધા આપશે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણીની મુશ્ર્કેલીઓ વધી શકે છે, પરંતુ સામાન્ય વપરાશકર્તાઓને આનો ફાયદો મળી શકે છે, કારણ કે બંને કંપનીઓ દ્વારા સસ્તા સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી શકે છે.