મુકેશ અંબાણી પહોંચ્યા એક સ્ટેપ નીચે
ભારત વૈશ્ર્વિક લેવલ પર પ્રભાવ ઊભો કરી રહ્યો છે, કેમ કે દેશના આર્થિક વિકાસમાં ઉદ્યોગપતિઓ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. એવામાં “બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ” મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરીવાર 100 અરબ ડોલરના ક્લબમાં સામેલ થઈ ગયા છે. અદાણી ગ્રુપના શેરમાં ઇજાફો થતા તેમની સંપતિ વધી છે. અદાણીની સંપતિમાં સોમવારે 60 મિલિયન ડોલરનો વધારો થયો હતો.
- Advertisement -
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર આ વર્ષમાં ગૌતમ અદાણીની સંપતિમાં 16.2 અરબ ડોલરની વૃદ્ધિ થઇ છે. વિશ્ર્વના અમીરોના લિસ્ટમાં તે એક સ્થાન આગળ આવ્યા છે, તે 14માં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તો મુકેશ અંબાણી અમીર વ્યક્તિના લિસ્ટમાં એક સ્થાન પાછળ ખસીને 12માં નંબરે પહોંચ્યા છે. અંબાણીની સંપતિ 968 મિલિયન ડોલર વધીને 110 અરબ ડોલરે પહોંચી છે. તેમના નેટ વર્થમાં આ વર્ષે 13.7 અરબ ડોલરનો વધારો થયો છે. વિશ્ર્વના અમીર વ્યક્તિઓની લિસ્ટમાં અમેરિકાના ઉદ્યોગપતિઓનો ઝલવો છે. વિશ્ર્વના ટોપ 11 અમીર વ્યક્તિઓમાં 10 તો અમેરિકન છે. ટોપ ટેનમાં એક પણ ભારતીય નથી. જો ટોપ 20ના લિસ્ટની વાત કરવી હોય તો તેમાં પાંચ દેશના ઉદ્યોગપતિઓ સામેલ છે. જેમાં 14 અમેરિકાના, 2 ભારતના, 2 ફ્રાન્સના, અને 1-1 સ્પેન અને મેક્સિકોના છે. વિશ્ર્વના ટોપ અમીર વ્યક્તિમાં ફ્રાન્સના બર્નાડ અરનોલ્ટ પ્રથમ નંબર પર છે.