અદાણી ગ્રુપે જણાવ્યું કે વર્ષ 2019થી અત્યાર સુધી તેમને પોતાની કંપનીમાંથી ભાગીદારી વેચવાથી 2.87 અરબ ડોલર મળ્યા છે. સાથે જ તેમાંથી 2.55 અરબ ડોલરને બિઝનેસમાં લગાવવામાં આવી ચુક્યા છે.
અદાણી ગ્રુપની પાસે 20 હજાર કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? આ સવાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી પુછી રહ્યા છે. હવે તેનો જવાબ ગૌતમ અદાણીની કંપનીએ આપ્યો છે. અદાણી ગ્રુપે સોમવાર, 10 એપ્રિલે 2019થી લઈને અત્યાર સુધી પોતાની કંપનીઓની વેચવામાં આવેલી કુલ ભાગીદારીનો વ્યોરા સાર્વજનિક કર્યો.
- Advertisement -
અદાણી ગ્રુપે જણાવ્યું કે વર્ષ 2019થી અત્યાર સુધી તેમને પોતાની કંપનીમાંથી ભાગીદારી વેચવાથી 2.87 અરબ ડોલર મળ્યા છે. સાથે જ તેમાંથી 2.55 અરબ ડોલરને બિઝનેસમાં લગાવવામાં આવી ચુક્યા છે.
4 વર્ષનો હિસાબ કર્યો સાર્વજનિક
એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપે પાછલા ચાર વર્ષનો સંપૂર્ણ હિસાબ સાર્વજનિક કરતા કહ્યું છે કે અબુ ધાબી સ્થિત ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની જેવા રોકાણકારોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ જેવા ગ્રુપની કંપનીઓમાં 2.593 અરબ ડોલરનું રોકાણ કર્યું છે.
તેના ઉપરાંત કંપનીને પ્રમોટર્સએ 2.783 અરબ ડોલર ભેગા કરવા માટે કંપનીની ભાગીદારી વેચી. આ ભાગીદારી અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીન અનર્જી લિમિટેડથી વેચવામાં આવી હતી.
- Advertisement -
રાહુલ ગાંધીએ શું દાવો કર્યો હતો?
આ પહેલા એક બ્રિટિશ ન્યૂઝ પેપરએ ભારતના ડેટાનું એનાલિસિસ કરી એક રિપોર્ટ બનાવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાલના વર્ષોમાં અદાણી ગ્રુપમાં જેટલું એફડીઆઈ આવ્યું છે તેનો લગભગ અડધો ભાગ તેમના પરિવાર સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓથી આવે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે “અદાણી અને તેમના પરિવાર સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓએ 2017થી 2022ની વચ્ચે અદાણી ગ્રુપમાં ઓછામાં ઓછા 2.7 અરબ ડોલરનું ઈન્વેસ્ટ કર્યું છે.” આ રકમ તે સમયે અદાણી ગ્રુપને મળેલા કુલ 5.7 અરબ ડોલરના કુલ એફડીઆઈના 45.4 ટકા છે.
રિપોર્ટથી આ બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપને શેલ કંપનીઓથી 20 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે કહ્યું કે શેલ કંપનીઓ દ્વારા હજારો કરોડો રૂપિયાના વિદેશી પૈસા અદાણી ગ્રુપમાં ઈન્વેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક ભારતના ડિફેંસ સેક્ટરમાં પણ એક્ટિવ છે.