ગૌચરની જમીન ફાળવણીની તમામ દરખાસ્તો મહેસૂલ વિભાગમાં રજૂ કરવાની કલેકટરોને સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ગૌચરની જમીનની ફાળવણી કરવામાં આવતી હોવાની ફરિયાદો અને કિસ્સાના આધારે સરકારે એવો આદેશ કર્યેા છે કે રાજ્યમાં કોઇપણ જગ્યાએ ગૌચરની જમીન ફાળવવા માટે પૂર્વમંજૂરી લેવી આવશ્યક છે. જિલ્લા કલેકટરોએ તેમની દરખાસ્ત મહેસૂલ વિભાગમાં રજૂ કરવાની રહેશે.
રાજ્યમાં ગૌચરની જમીન ઘટતી જાય છે અને માલધારીઓ તેમજ પશુપાલકો સાથે ઘર્ષણના બનાવો બની રહ્યાં છે ત્યારે મહેસૂલ વિભાગને આવો કડક આદેશ કરવો પડો છે. સામાન્ય રીતે ગૌચરની જમીન ઓછી ન થાય તે રીતે ફાળવણી પર નિયંત્રણ રાખવામાં આવેલા છે, આમ છતાં સરકારી કચેરીઓ, રસ્તા, પુલ. ગામતળ, સ્મશાન તેમજ તળાવ જેવા વિવિધ કામો માટે ગૌચરની ફાળવણી વખતોવખત કરવામાં આવે છે.
ગૌચરની નીતિમાં ખાનગી સંસ્થાઓને શૈક્ષણિક અને આરોગ્ય હેતુ માટે યારે ગૌચરની જમીન ફાળવવાની થાય ત્યારે અરજદાર પાસેથી અન્ય ખાનગી કે સરકારી જમીન લઇ ગૌચર તરીકે નીમ કરવામાં આવે છે અને ગૌચરના વિકાસ માટે 30 ટકા જંત્રી આધારિત ફડં વસૂલ કરવામાં આવે છે. ગૌચરની જમીનમાં નિયંત્રણો હોવા છતાં કેટલાક જિલ્લામાં વહીવટી તત્રં દ્વારા ગૌચરની જમીન ફાળવી દેવામાં આવે છે અને તેવા કિસ્સા ધ્યાને આવતાં મહેસૂલ વિભાગે સ્પષ્ટ્ર કયુ છે કે ગૌચરની જમીન ફાળવવાની તમામ દરખાસ્તો વિભાગમાં રજૂ કરવાની રહેશે. સરકારની પૂર્વ મંજૂરી વિના જમીન ફાળવણી કે તબદીલી ન કરવાની પણ સૂચના આપવામાં
આવી છે.
મંજૂરી વિના ગૌચરની જમીન કોઇને પણ ફાળવી નહીં શકાય
