ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ તરફથી મળેલ સૂચના અનુસાર ઉપરવાસમાં વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લાના ડેમ ઓવર ફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદને કારણે ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર-1 ડેમના 5 દરવાજા હાલ 0.9 મીટર ખોલાયા હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભૂખી, ઉમરકોટ, વેગડી, ભંડારીયા,ખંભાલીડા, મસીતળા, નવાગામ, નીલાખા, જામકંડોરણા,ઈશ્વરીયા, તારવડા અને જેતપુર તાલુકાના દેરડી, જેતપુર, કેરાળી,ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપર, નવાગઢ,પાંચ પીપળા, રબારીકા, સરધારપુર અને વાડાસડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે.
- Advertisement -
ધોરાજી તાલુકા પાસેનો ભાદર-2 ઓવરફ્લો થતાં ડેમના 4 દરવાજાને 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે,જેના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોલા, ભોલ ગામડા, છડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢ, ગંદોદ, હાડફોડી, ઈસરા કુંઢેચ, લાટ, મેલી મજેઠી, નીલાખા, તાલાગણા, ઉપલેટા, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બીલડી, ચૌટા, છત્રાવા, કતવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, થાપા, માણાવદર તાલુકાના ચિલોદરા, રોઘડા, વાડાસાડા,વેકરી, પોરબંદર તાલુકાના ચિકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંડાર ગામના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
જેતપુર તાલુકા પાસે આવેલ સૂરવો ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખોલવામાં આવેલ છે જેમાંથી હાલ 317 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ ડેમના હેઠવાસમા આવતા જેતપુર તાલુકાના થાણાગાલોલ, ખીરસરા, ખજૂરી, ગુંદાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.
જસદણ તાલુકા પાસેનો માલગઢ ડેમ હાલ 90 ટકા ભરાઇ ગયો છે જેમા વરસાદના કારણે પાણીની આવક સતત ચાલુ હોવાથી નિયત સપાટી ભરાઇ જતા ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવી શકે છે. આથી, ડેમની હેઠવાસમાં આવેલા જસદણ તાલુકાના ભડલી, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા, માંડવધર, કેરાળા, ગઢડા, આડાતાળા, પીપળ, તાતણ, લાખાનાકા, ઇશ્વરીયા, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ, મેલાણા, લોલીયાણા, હડમતીયા, પાછેગામ, ખેતાટીંબા અને વલ્લભીપુર ગામોના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવાયું છે.