પ્રેસર અચાનક કેમ વધી ગયું: આવો સવાલ કરાતા અધિકારીએ મૌન સેવી લીધું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના કણકોટ રોડ પર આવેલા ઓરીયન પાર્કમાં ગેસ મીટર ફાટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં મોટાભાગના ઘરોમાં ગુજરાત ગેસ કંપની લીમીટેડ દ્વારા રાંધણગેસ પાઈપલાઈન મારફતે પુરો પાડવામાં અવી રહ્યો છે. જેમાં ગરમીના કારણે ગેસનું પ્રેસર વધી જતા કણકોટ રોડ ઉપર આવેલ ઓરિઓન પાર્કના ચાર ફ્લેટમાં મીટરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આગ કે જાનહાનીની ઘટના બની ન હતી. બનાવના પગલે જીએસસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તુરંત ગેસનો પ્રવાહ બંધ કરી દીધો હતો. પરંતુ પ્રશ્ન ત્યારે એ થાય કે, મીટર બ્લાસ્ટ થવાના કારણે કોઈનો જીવ ગયો હોત તો જવાબદારી કોની ગણાત.
અંબિકા ટાઉન શીપની પાછળ કણકોટ રોડ ઉપર આવેલ ઓરિઓન પાર્કના ચાર ફ્લેટમાં આવતી ગેસની પાઈપલાઈનના મિટરમાં બ્લાસ્ટ થતા અફરા-તફરી મચી ગઈ હતી. ધડાકાનો અવાજ સાંભળી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. તપાસ કરતા માલુમ પડેલ હતી. કે, ગેસની લાઈનમાં ફીટ કરેલા મિટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા ગેસ લીકેજ થવા લાગેલ પરંતુ આગ ન લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતે ગુજરાત ગેસ કંપની લીમીટેડને ફોન કરતા તેમની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને ક્ષતિગ્રસ્ત મિટર બદલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ બાબતે ગુજરાત ગેસ કંપનીના અધિકારીએ જણાવેલ કે, ગરમી નવા મીટર નાખવાનીકાર્યવાહી હાથ ધરી હતી. શહેરના વેસ્ટ ઝોનમાં કણકોટ વધવાના કારણે ગેસનું પ્રેસર વધવા લાગે મળી રહ્યો હતો. છે. જેનું દબાણ મિટર સહન ન કરી શકતા મિટરમાં લીકેજ થઈ ગયું હતું. આથી ઓનિયન એપાર્ટમેન્ટ એસોસીએશન દ્વારા તમામ ફ્લેટમાં લાગેલ મિટરો ચેક કરવાની અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી. પરંતુ સ્થળ ઉપર હાજર થયેલા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ ફાયર વિભાગની જરૂર નથી. તેમ જણાવતા ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. તેની સામે આ એપાર્ટમેન્ટમાં રહીશોમાં હજુ પણ મિટર બ્લાસ્ટનો ભય દેખાતો જોવા મળી રહ્યો હતો.
અધિકારી કશું બોલ્યા અને અમારા સિનિયર સાથે વાત કરવાનું કહી ફોન કાપી નાખ્યો
આ અંગે જીએસસીએલના અધિકારી સાથે આ અંગે ખુલાસો માંગતા એવું કહ્યું હતું કે, ગેસની પાઈપલાઈનમાં પ્રેસર વધતા બ્લાસ્ટ થયો છે. જ્યારે અધિકારીને એવું પૂછવામાં આવ્યું કે, ગેસ બ્લાસ્ટના કારણે કંઈ જાનહાનિ થઈ હોત તો. ત્યારે અધિકારી કશું જ બોલી શક્યા ન હતા. અને અમારા સિનિયર સાથે વાત કરવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો. જ્યારે અધિકારી સાથે ફરીવાર સંપર્ક કરતા ફોન ઉપાડ્યો ન હતો.