ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 75 સિલિન્ડર સહિત 10.69 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતનો સ્ટાફ ગત મોડી રાત્રે ચોટીલા હાઇવે પર ચેકિંગમાં હોય તેવા સમયે રિલાયન્સ કંપનીના ગેસ સિલિન્ડર ભરેલ એક ટ્રક પર શંકા જતા તેને ઊભો રાખવી ટ્રક ચાલકને પૂછપરછ કરતા ટ્રકમાં 75 ગેસના સિલિન્ડર ભરેલ હોય અને મેટોડાથી રીબડા ખાતે લઈ જવાના હોય પરંતુ આ સિલિન્ડર ભરેલ ટ્રક ડ્રાઇવર્જન કરી સાયલા ખાતે લઈ જવાતા હોવાનું જાણવા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જીજે 3 એ ઝેડ 7407 નંબર વાળી ટ્રક અને 75 ગેસના સિલિન્ડર સહિત કુલ 10,69,172/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ધીરજભાઈ ઉકાભાઇ લીલા રહે: રીબડા વાળાને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.