દર બે દિવસે પાણીના ટાંકા આવતો હોવાથી રહીશો ત્રસ્ત: પાઈપ લાઈન નખાવવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વોર્ડ નં.3માં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં મનપાના સફાઈ કામદાર સફાઈ માટે આવતા ન હોવાથી ત્યાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. આ અંગે વારંવાર મનપામાં રજુઆત કરી છતાં યોગ્ય ઉકેલ ન આવતા આજે મહિલાઓ મનપા કચેરીએ પહોંચી હતી. આ સિવાય તે વિસ્તારમાં કોર્પોરેશન દર બે દિવસે પાણીના ટાંકા આવતા હોવાથી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ સફાઈ અને પાણી બાબતે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. મેયરને આવેદન પાઠવી મહિલાઓએ સફાઈ કામદાર નિમવા તથા પાણીની પાઈપ લાઈન નાખવા માટે રજૂઆત કરી હતી.