મારા ભાઈની પત્ની સામે ખરાબ નજરે કેમ જોવે છે કહી હુમલો
ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો: ગાંધીગ્રામ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટના રૈયા રોડ ઉપર ફરી કચરા બંધુઓએ આતંક મચાવ્યો હતો ગત સાંજે યુવક ઉપર ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી જીવલેણ હુમલો કરી નાસી જતાં ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના રૈયા રોડ ઉપર રામનગરમાં રહેતા સલીમ અબ્દુલભાઈ કારીયાણીયા નામના 61 વર્ષીય વૃધ્ધએ નહેરુનગરમાં રહેતા ઈમરાન રમજાનભાઈ કચરા, અખ્તર સોકતભાઈ કચરા અને આફતાબ રફીકભાઈ કચરા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે મારો દીકરો અલ્તાફ રૈયા રોડ ઉપર નવઘન હોટલ પાસે હતો ત્યારે ત્રણેય આરોપીઓએ ધસી જઈ ઈમરાનએ મારા પુત્ર અલ્તાફને તુ મારા ભાઈની પત્ની સામે કેમ ખરાબ નજરથી જોવે છે તેમ કહી ઝઘડો કરી ગાળો ભાંડી હતી અને ત્રણેયએ એકસંપ કરી લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી બેફામ મારકૂટ કરી હતી માથાના ભાગે, કપાળના ભાગે, હોઠે અને પગમાં ગંભીર ઇજા થઈ હતી આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો હુમલો કરી તમામ નાસી જતાં પુત્રને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો મારા પુત્રને મારી નાખવાના ઇરાદે ત્રિપુટીએ જીવલેણ હુમલો કર્યો હોય ગાંધીગ્રામ પીઆઇ બી ટી અકબરીએ હત્યાની કોશિષનો ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.