અહીં 140 નાની મોટી બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રી પર્વ દરમિયાન રાજકોટ શહેરમાં એક એવી ગરબી યોજાય છે જ્યાં તમને ભારતીય સંસ્કૃતિના આબેહૂબ દર્શન થઇ શકશે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારતીય સંસ્કૃતિનાં આબેહૂબ દર્શન કરાવતી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 36 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં 140 નાની મોટી બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે.
નવરાત્રી પર્વ નિમિત્તે રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. અહીં 140 નાની મોટી બાળાઓ માતાજીના ગરબા કરી માતાજીની આરાધના કરે છે.પોલીસ હેડ ક્વાર્ટરનો ટિપણી રાસ સૌથી લોકપ્રિય રાસ બન્યો છે. ભુવા રસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ આબાલવૃદ્ધ સૌ કોઈ મન મૂકીને ગરબા રમી મા અંબાની આરાધના કરે છે. નવરાત્રીના આ તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે.ત્યારે પોલીસ કર્મીઓની બાળાઓ રાસ રમી અને અન્ય બાળાઓના ઉત્સાહમાં વધારો કરી રહી છે.