ગણપતિ બાપા મોરીયા, જય જોહારના નાદ સાથે ગજાનની આરાધના
રોજ મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નાણાવટી ચોક કા રાજા ભીલ સમાજ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. દરરોજ આરતી રાત્રે 8 કલાકે કરવામાં આવે છે. રોજ મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ભીલ સમાજના બધા આગવાનો અને સમાજના લોકોને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર આદિવાસી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ આર.ડી.પરમાર, ઉપપ્રમુખ આનંદભાઈ વાગડીયા, મંત્રી હરીશ એમ.રાણા, સહમંત્રી પ્રકાશભાઈ સરેડા અને જગદીશભાઈ ચૌહાણ (બગામામા) તેમજ મુખ્ય આયોજક તરીકે પ્રકાશભાઈ ભીલ, આર.ડી. પરમાર, આનંદભાઈ વાગડિયા, સાહિલભાઈ મુલિયાણા ઉપરાંત શિવમ જાગથ્યા, આયુષ જાગથ્યા, મનીષ કોલી, જયદીપ કોલી, મુકેશ નિનામા, ઇન્દુભાઈ ભરવાડ, રવિભાઈ ભરવાડ, ગોવિંદભાઈ ભરવાડ, રાજા પઠાણ, ભરતભાઈ કડવાતર, પ્રિન્સ કડવાતર, સંદીપ સારેડા, પ્રેમ સારેડા, અમિત મુલિયાણા, ધાર્મિક મુલિયાણા સહિતના સભ્યો દ્વારા મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



