ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્ર્વર ચોક’ છેલ્લા નવ વર્ષથી ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. જેમાં આ વષે ગણેશ પંડાલ ‘રામ મંદિર’ ઉપર આધારીત છે. આજે સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ભક્તિભાવ પૂર્વક સ્થાપન કરવામાં આવ્યુ છે. ખાસ આ વર્ષે સર્વેશ્વર ચોકમાં રામમંદિરનું નિર્માણ કરી આગળ શિવની વિશાળ પ્રતિમાં અને નંદિની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત ઓપરેશન સિંદરની સફળતા દર્શાવતા પોસ્ટર દ્વારા વીર જવાનોની ગાથા દર્શાવવામાં આવી છે. તેમજ સમગ્ર પંડાલને રોશનીથી શણગારવામાં આવ્યો છે. અહીં રોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શનનો લાભ લ્યે છે તથા પોતાની માનતા પુરી કરે છે. સૌથી મહત્વનું એ છે કે અહીં રોજ સવારની આરતી શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. સર્વેશ્વર ચોકમાં આવેલા ગણપતિ પંડાલમાં ખાસ પ્રકારનો 60 ફૂટ બાય 50 ફૂટનો એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 8-30 કલાકે મંગળા આરતી સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયન આરતી કરવામાં આવે છે.
- Advertisement -
શહેરના ત્રિકોણબાગ ચોકમાં ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજતા દુંદાળાદેવ
ત્રિકોણબાગ ખાતે સતત ર7માં વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયુ છે. બેન્ડ બાજા સાથે આ વર્ષે ભગવાન વિષ્ણુ સ્વરૂપે દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ તકે ત્રિકોણબાગ કા રાજા મહોત્સવની સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના બાદ સવારે મહાઆરતી કરવામાં આવી હતી. સાર્વજનિક ગણપતિ સ્થાપન પંડાલમાં માત્ર ગણેશવંદના જ નહીં પણ 10-10 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્રિકોણબાગ કા રાજા પંડાલમાં બાપાના ભક્તો આરતી સમયે સ્વયં આરતી ઉતારી શકે છે. આ માટે પંડાલમાં શણગા2 સાથેની અઢળક થાળીઓ, પૂજાપાની તમામ સામગ્રી દરરોજ તૈયાર કરવામાં આવે છે. જેનો દર્શનાર્થીઓ વિનામૂલ્યે લાભ લઈ શકે છે. ખાસ કરીને લગ્નની વર્ષગાંઠ કે જન્મદિવસની ઉજવણી કરતાં લોકો આ વિશેષ આરતીનો અચૂક લાભ લે છે.છેલ્લા 27 વર્ષોથી ત્રિકોણબાગ કા રાજાની વિશિષ્ટ અને દિવ્ય પ્રતિમા દ2 વર્ષે વિવિધ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે મૂતિનું 27મું સ્વરૂપ સ્થાપિત કરવામાં આવશે. આજથી નવ વર્ષે પૂર્વે સાર્વજનિક ગણેશ પંડાલમાં સૌથી પહેલી વાર ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપનનું શ્રેય પણ ત્રિકોણબાગ કા રાજાને જાય છે. મહારાષ્ટ્રના નાસિકના પરંપરાગત, પેઢી દ2 પેઢીથી પ્રતિમા બનાવતા કારીગર – મૂર્તિકારો પાસે ત્રિકોણબાગ કા રાજાની મૂર્તિનું નિર્માણ કરાવવામાં આવે છે. ખાસ રાજકોટ માટે જ નિર્માણ કરાતી ત્રિકોણબાગ કા રાજાની મૂર્તિ જેવું સ્વરૂપ ગુજરાતમાં અન્ય કોઈપણ પંડાલમાં દર્શનાર્થે સ્થાપિત કરવામાં આવતું નથી.