– હનીસિંહને વોઇસ નોટ દ્વારા ધમકી મળી
ફેમસ સિંગર અને રેપર હની સિંહની મુશ્કેલીમાં અચાનક વધારો થયો છે. હની સિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે વોઈસ નોટ દ્વારા ધમકી આપી છે. આ ફરિયાદ હની સિંહની ઓફિસ તરફથી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપવામાં આવી છે. આ પછી હની પોતે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગયો છે. આ વોઇસ નોટની તપાસ કરીને સ્પેશિયલ સેલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. હની સિંહે કહ્યું કે હું પોલીસ કમિશનરને મળ્યો હતો,
- Advertisement -
કોઈએ મને અને મારા સ્ટાફને ફોન કર્યો હતો. ગોલ્ડી બ્રારના નામથી કોઈએ ફોન કર્યો હતો. મેં સીપીને મને સુરક્ષા આપવા વિનંતી કરી છે. મને બહુ ડર લાગે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું ધમકીઓ મળી છે તો તેણે કહ્યું કે હું હવે આ બધું જાહેર કરી શકું તેમ નથી. હું દરેક બાબતની સલાહ લઈશ અને તમને જાણ કરીશ. મેં પોલીસને તમામ પુરાવા આપ્યા છે.આ ઘટનાથી હની સિંહ આઘાતમાં છે. તેણે કહ્યું કે મારી સાથે જીવનમાં પહેલીવાર આવું બન્યું છે. લોકોએ હંમેશા ભરપૂર પ્રેમ આપ્યો છે. આ પ્રકારની ધમકી પ્રથમ વખત આવી છે.
મને બહુ ડર લાગે છે. આખો પરિવાર ડરી ગયો છે. મને વિદેશી નંબર પરથી ફોન આવ્યો. ઉલ્લેખનીય છે કે ગોલ્ડી બ્રાર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે, જે હાલ ફરાર છે. પોલીસ ગોલ્ડીને શોધી રહી છે. હનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેનું છેલ્લું લોકેશન કેનેડા હોવાનું જાણવા મળ્યું છે. ગોલ્ડી બ્રારનું સાચું નામ સતવિંદરજીત સિંહ છે. ગોલ્ડી લોરેન્સ બિશ્નોઈ માટે ખૂબ જ ખાસ છે. ગેંગસ્ટર કેનેડામાંથી જ આખી ગેંગ ચલાવે છે. ગોલ્ડીએ હની પહેલા બોલિવૂડ એક્ટર સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
કોણ છે ગોલ્ડી?
ગોલ્ડી બરાડ સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે જે હાલમાં ફરાર છે. પોલીસ ગોલ્ડીની તપાસ કરી રહી છે. હની સિંહની ફરિયાદ અનુસાર તેની લેટેસ્ટ લોકેશન કેનેડા જોવા મળી છે. ગોલ્ડી બરાડનું સાચું નામ સતવિંદરજીત સિંહ છે.ગોલ્ડી લોરેંસ બિશ્નોઈનો ખાસ છે. ગેંગસ્ટર કેનેડાથી જ આખી ગેંગનું હેન્ડલિંગ કરે છે. ગોલ્ડીએ હની સિંહ પહેલાં એક્ટર સલમાન ખાનને 2023માં ઈ-મેઈલ મોકલીને મારવાની ધમકી આપી હતી.
- Advertisement -