ધો. 8માં અભ્યાસ કરતી સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી છ મહિનાથી દુષ્કર્મ આચરાતું હતું
પોલીસે પોસ્કો અને 376 કલમ હેઠળ ગુનો દાખલ કર્યો: દુષ્કર્મ આચરનાર ત્રણ શખ્સો પોલીસનાં હાથવેતમાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સુખપુર ગામે ધો.8માં અભ્યાસ કરતી સગીરા સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ સુખપુર ગામે 15 વર્ષીય તરૂણી સાથે છેલ્લા 6 મહિનાથી ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુખપુર ગામની ધો.8માં અભ્યાસ કરતી સગીરાને ધાક-ધમકી આપીને છેલ્લા છ મહિનામાં સુખપુર ગામના વાડી વિસ્તાર સહિતના અન્ય સ્થળોએ ત્રણ શખ્સોએ છેલ્લા છ મહિનાથી અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બનતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ યુવકોએ માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દુષ્કર્મ આચરનાર ત્રણ શખ્સો સામે 376 અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્રણેય યુવકો પોલીસના હાથ વેતમાં હોવાનું સામે આવી રહ્યું છે.
- Advertisement -
સમગ્ર દુષ્કર્મની ઘટના મામલે મળતી વિગત મુજબ સુખપુર ગામમાં 15.7 વર્ષની તરૂણી ધો.8માં અભ્યાસ કરતી સગીરાને ત્રણ યુવકો દ્વારા ધાક-ધમકી આપીને માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને સુખપુર ગામનાં વાડી વિસ્તાર સહિત અનેક જગ્યાએ છેલ્લા છ મહિનાથી સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાની બનાવના પગલે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
તરૂણી સાથે ત્રણ શખ્સોનું સામુહિક દુષ્કર્મ
જૂનાગઢ સુખપુર ગામની ધો.8માં અભ્યાસ કરતી તરૂણી સાથે ત્રણ યુવકોએ માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરીને છેલ્લાં 6 મહિનાથી સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.