4 ઓક્ટોબરની રાતથી સોમવાર સુધી ચાલ્યું હેવાનિયતનું કૃત્ય: પોલીસે 6 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો, ગણતરીના કલાકોમાં પોલીસે દબોચ્યા
ખાસ-ખબર ન્યૂઝ વિસનગર
મહેસાણાના વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટીભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે. માનવતાને લજવનારી આ ઘટનામાં માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ છ જેટલા શખસ દ્વારા અલગ-અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક બળાત્કાર (દુષ્કર્મ) ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે.
સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે 6 શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા હતા અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આ જઘન્ય કૃત્યની શરૂઆત ગત 4 ઓક્ટોબર, શનિવારની રાત્રે થઈ હતી અને એ સોમવાર સુધી ચાલ્યું હતું.
બીજીવારની હેવાનિયત: ત્યાર બાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી ત્યારે સોહમ ઠાકોર તેને એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો. ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરીથી આ કૃત્ય આચર્યું હતું.
સોમવાર સુધી બંધક: અંતે, સોહમ ઠાકોર સગીરાને મોડીરાત્રે ઉતારીને જતો રહ્યો. તે આદર્શ સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક શખસ તેને ઘરે મૂકવાના બહાને લઈ ગયા. રસ્તામાં એક શખસ ઊતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો અને સોમવાર સુધી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
છેલ્લા બે દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યાં હતાં. સગીરા સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે શાંતિથી પૂછપરછ કરી.
મંગળવારના રોજ મોડીરાત્રે તેણે સમગ્ર હકીકત જણાવી, એ બાદ પરિવાર સહિત આખું શહેર સ્તબ્ધ થઈ ગયું.₹સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પાંચ નામજોગ આરોપીઓ – વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી – અને અન્ય એક અજાણ્યા શખસ મળી કુલ છ આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો (ઙઘઈજઘ) એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ કાળઝાળ ઘટનાને પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની માગ ઉગ્ર બની છે.
- Advertisement -
ગેંગરેપના પકડાયેલા આરોપીઓના નામ
વિજય અશોકજી ઠાકોર
પવનજી દીવાનજી ઠાકોર
રાજ ઠાકોર
સોહમજી સુરેશજી ઠાકોર
મકવાણા દેવાંગ
મોદી પ્રકાશ