ગોંડલ પોલીસે બે મહિલા, બે પુરુષની ધરપકડ કરી: 3 લાખની મતા જપ્ત
સુરેન્દ્રનગર, ચોટીલા, બેડી, રાજકોટમાં છ ગુના આચર્યાની કબૂલાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
ગોંડલ બી ડિવિઝન પોલીસે મુસાફરોને લૂંટતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ રીક્ષા અને ઇકો વાહનમાં મુસાફરોને બેસાડીને લૂંટ કરતી હતી. પોલીસે બે મહિલા અને બે પુરુષ મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ટોળકીએ સુરેન્દ્રનગર, ચોટીલા, બેડી અને રાજકોટમાં છ ગુના આચર્યાની કબૂલાત આપી છે પોલીસે 9 હજાર રોકડ, અઢી લાખની કાર અને 45 હજારના મોબાઈલ કબજે કર્યા છે.
ગેંગનો મુખ્ય સૂત્રધાર શાપર વેરાવળનો પ્રકાશ ઉર્ફે પકો ઉર્ફે ભાણો સોમાભાઇ વાધેલા છે. આ ટોળકી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં સક્રિય હતી. તેઓ મુસાફરોને રીક્ષામાં બેસાડી, ઉલટી-ઉબકાનું બહાનું કરી ધક્કો મારી રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટી લેતા હતા.પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગ માળીયા અને મોરબી તરફથી ચોરી કરીને ગોંડલ આવવાની છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીઓને ઝડપી પાડ્યા. તેમની પાસેથી કુલ 3 લાખ 4 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી પ્રકાશ વાધેલા આજીડેમ પોલીસ સ્ટેશનના ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર હતો. તેને ગોંડલ સુરેશ્વર ચોકડી પાસેથી પકડવામાં આવ્યો છે એક અન્ય કેસમાં, ગોંડલ બી ડિવિઝન પોલીસે જૂનાગઢમાં મોબાઈલ ચોરી કરનાર 29 વર્ષીય નીશાબેન જેન્તીભાઇ સોલંકીની ધરપકડ કરી છે. તેણીને સરકારી દવાખાનાની સામેથી ચોરીના મોબાઇલ સાથે પકડવામાં આવી છે.



