યુવકને આંતરી પાંચ શખ્સોએ ફડાકા ઝીંકી એક્ટિવા પડાવી લીધું
‘તારાથી થાય તે કરી લેજે’ કહી નાસી છુટેલી ટોળકી સામે પોલીસમાં અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે રિકવરીના નામે નંબર વિનાની રીક્ષા લઈને ઉઘરાણી કરવા આવેલા પાંચ શખ્સોએ ઘંટેશ્વર પાસે યુવકને આંતરી, ફડાકા ઝીકી, મારકૂટ કરી ખિસ્સામાંથી ચાવી કાઢી એક્ટિવા પડાવી લઇ નાસી જતા ચકચાર મચી જવા પામી છે ભોગ બનનાર યુવાને આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના ન્યુ જાગનાથમાં રહેતા જયરાજ્ભાઇ ગીરીશભાઈ સાકરીયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે ગત સવારે 11 વાગ્યે હું મારી નોકરીની વિઝીટ કરવા જામનગર રોડથી એસઆરપી કેમ્પ તરફ જતો હતો ત્યારે 4થી 5 લોકો નંબર પ્લેટ વિનાની રીક્ષા લઈને ધસી આવ્યા હતા અને મને ઉભો રાખી આ એક્ટિવાના હત્પ ચડી ગયા છે તેમ કહેતા મેં કહ્યું કે આ ગાડી મારા ભાઈની છે મને ખ્યાલ નથી તેમ કહેતા મારી સાથે જબરદસ્તી કરીને મારો કાંઠલો પકડી મને માર મારવા લાગ્યા હતા ત્રણ વ્યક્તિએ મને પકડી રાખ્યો હતો બળજબરીપૂર્વક મારા ખિસ્સામાંથી ચાવી કાઢી લીધી હતી તેમજ બેથી ત્રણ ફડાકા મારી દીધા હતા મારી પાસેથી જેણે ચાવી ઝુંટવી લીધી તેનું નામ રહીશ હોવાનું જાણવા મળ્યું છે જયારે અન્ય ત્રણ-ચાર લોકો તેની સાથે હતા ત્યાં મને ગાળો દઈ, એક્ટિવા લઈને જતા રહ્યા હતા આ અરજી અંગે ગાંધીગ્રામ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



