સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા.7 મી સપ્ટેમ્બરથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભ થયેલ ગણેશ મહોત્સવનુ આજે સવારે ગણેશ વિસર્જન યાત્રા સાથે સમાપન થયેલ છે. ગણપતી બાપા મોરીયા અગલે બરસ તું જલ્દી આ ના ગગનભેદી નાણા સાથે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણપતી દાદાની મહાઆરતી-પ્રસાદ વિતરણ બાદ ગણેશ વિસર્જન યાત્રા યોજાઈ હતી. સૌરાષ્ટ્રભરમાં 20 હજારથી વધુ ગણેશ વિસર્જન થયાનો અંદાજ છે.
ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. છેલ્લા દસ દિવસથી રંગેચંગે ઉજવાયેલા ગણેશોત્સવમાં લોકોની શ્રધ્ધા અને ભકિતનાં દર્શન થયા હતા. ઠેરઠેર સાંજે મહાઆરતી તથા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. આજે ગણેશ વિસર્જન વેળાએ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. લોકો ભાવુક બન્યા હતા.
ગણપતિ દાદાની પ્રતિમાને જળમાં પધરાવીને અગલે બરસ તુ જલ્દી આ સાથે વિદાય આપી હતી. સંસારમાં સર્જન અને વિસર્જનની પ્રક્રિયા સદાય કાર્યરત છે જેનો જન્મ તેનું મૃત્યુ આવા દિવ્ય સંદેશ સાથેનું આ પર્વ લોકોએ અનેરી ભકિત સાથે ઉજવ્યું હતું.
રાજકોટમાં 5000થી વધારે સ્થાનો પર ગણેશ સ્થાપન થયા હતા. આજે ગણેશ વિસર્જન યાત્રા ત્રિકોણ બાગેથી શરૂૂ થઈને ખોખડદળ નદીમાં વિસર્જન કરવામાં આવેલ. રાજકોટમાં છ સ્થાનો પર ગણેશ વિસર્જન કરવામાં આવેલ દરેક સ્થાનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.