હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવી
દાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈ
રાજકોટના છોટુનગરમાં હનુમાનમઢી ચોકથી લઈ એરપોર્ટરોડ વિસ્તાર વચ્ચે આવેલા એક સ્થળે રહેતા વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ વાળા ધાકધમકી આપી મકાન ખાલી કરાવતા હોવાની ફરિયાદ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ પીઆઈ વાળા વિરુદ્ધ વિજયભાઈ મીરે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરેલી અરજી આ મુજબ છે.
- Advertisement -
અમે લગભગ 35 વર્ષથી જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાના માલિક ગોવિંદભાઈ પોપટભાઈ સોરઠીયાએ જ અમને અહીં ચોકીદારીનું કામ સોંપ્યું છે અને ઓરડી પણ એમણે જ બાંધી દીધેલી છે. આટઆટલા વર્ષો સુધી ચોકીદારી કરવા છતાં ગોવિંદભાઈએ પગાર પેટે અમને એક રૂપિયો પણ ચૂકવ્યો નથી દરમિયાન અઢી વર્ષ પહેલાં મકાન માલિકે ક્રાઈમ બ્રાન્ચમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમને લઈ ગઈ હતી જ્યાં સત્ય હકીકત અમે જણાવતા ગોવિંદભાઈએ અમને ગાડી ધોવાનો ધંધો કરવા છૂટ આપી અને કહ્યું કે તમારે ઘરખર્ચ એમાંથી કાઢી લેજો! દરમિયાન પંદર દિવસ પહેલાં ગાંધીગ્રામ પોલીસ ચોકીની ગાડી અમારે ઘેર આવી હતી અને ડ્રાઈવર તથા ખોડુભા નામના જમાદાર અમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં અમને રાઈટર હીરાભાઈ રબારીને મેળવવામાં આવ્યા હતાં.
હીરાભાઈ અમને પી.આઈ. વાળા સાહેબ પાસે લઈ ગયા હતા. વાળાસાહેબે અમને ધમકી આપતાં કહ્યું હતું કે, વંડો જમીન ખાલી કરી દયો, નહિંતર આપના કુટુંબને પુરી દઈશ. ડરી જઈને અમે ચાર દિવસ પહેલાં ઝૂંપડું વંડો ખાલી કરી દીધા હતા. સાહેબ, આ પ્રકરણમાં અમારી સાથે અન્યાય થયો છે અને અમને અમારો પગાર પણ અપાયો નથી. ફકત એક અરજી પર પી.આઈ.વાળાએ આ પ્રકરણમાં એટલો ઉંડો રસ શા માટે લીધો એ પણ આપસાહેબ તપાસ કરો એવી અમારી માંગ છે, આપની પાસેથી ન્યાયની અપેક્ષા છે એવી અરજી વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ વાળા વિરુદ્ધ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે.
- Advertisement -
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!
P.I. વાળા સામેની ફરિયાદ તોડકાંડ પહેલાંની રાજકોટ પોલીસ સામે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રામભાઈ મોકરિયાએ કરેલી ફરિયાદ પછી આજકાલ પોલીસ વિરૂદ્ધ ખોટી ફરિયાદો કરવાની મોસમ છલકી છે. અનેક ખોટાં અરજદારો બહાર આવી રહ્યાં છે. પરંતુ આ કેસ ગોવિંદભાઈ પટેલે લેટરબોમ્બ ફોડ્યો તે પહેલાંનો છે. તેથી આ અરજી હઈસો હઈસોમાં કરેલી નથી. ભરવાડ પરિવાર પર અહીં રીતસર ત્રાસ વર્તાવવામાં આવ્યો હતો અને સત્તા-વગનો દુરૂપયોગ કરી તેમની ઓરડી ખાલી કરાવાઈ હતી.
આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલ
શાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
શાપર-વેરાવળના મહંત યાદવ મર્ડર કેસના હત્યારાઓ ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘાને બચાવવામાં સંકળાયેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ મહંત યાદવના પત્ની કુસુમબેન યાદવે ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરી પોતાની આપવીતી જણાવી છે. કુસુમબેન મહંતભાઈ યાદવે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ રાજકોટ આઈજીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તારીખ 18-01-2022ના રોજ બપોરના 12-30 વાગ્યે અરજદાર કુસુમબેન મહંતભાઈ યાદવ તેના પતિના મર્ડર કેસની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં લેવા ગયા હતા ત્યાં કેટલા સમયથી એમને ધક્કા ખવડાવતા પીએસઆઈ અને પીઆઈ પોલીસના પાવરનો દુરુપયોગ કરે છે અરજદાર પૂછે તો અસંતોષકારક વર્તન અને અપમાન કરે. બરબસીયા સરની વાતચીત પરથી મને એવું લાગ્યું કે આરોપીને પ્રોત્સાહન આપે છે, ખોટી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવીને અરજદારનો સમય બગાડે છે. અરજદાર કુસુમબેને જણાવેલ ચાર આરોપી હોવા છતાં તેમણે એફઆઈઆરમાં બે આરોપીનો ઉલ્લેખ કરેલ છે.
‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી
ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસ અગાઉ ‘ખાસ-ખબર’માં મહંત યાદવની હત્યાકેસ અંગે છપાયેલાં વિસ્તૃત અહેવાલ બાદ ભારે ચર્ચા જાગી છે. આ બનાવ અંગે ઙજઈં કુલદીપસિંહ ગોહિલે ‘ખાસ-ખબર’નાં કાર્યાલયે આવીને ઘટનામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 28 નવેમ્બર 2021નાં દિવસે મહંત યાદવને માર મરાયો એ પછી ફકત 15 મિનિટમાં જ બેઉ પક્ષે સમાધાન થઈ ગયું હતું. આ સમાધાન પણ લેખિતમાં થયું હતું. એ સમાધાનમાં સ્પષ્ટ લખેલું હતું કે હુમલાખોર માત્ર બે હતાં અને નિવેદનમાં મહંત યાદવનાં પત્નીએ એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ ફરિયાદ કરવા માંગતા નથી. ઙજઈં ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 3 ડિસેમ્બર 2021નાં રોજ તેમણે હોસ્પિટલે જઈને કુસુમબેન મહંત યાદવની ફરિયાદ લીધી હતી. આ ઉપરાંત તારીખ 5 ડિસેમ્બર 2021નાં રોજ કુસુમબેન અને તેમનાં જમાઈ ઓમપ્રકાશની સહીવાળા નિવેદન લીધાં હતાં, તેમાં પણ તેમણે આરોપી તરીકે બે વ્યક્તિનાં જ નામ આપ્યા હતા. આમ કુલદીપસિંહ ગોહિલ (ઙજઈં)એ આખી ઘટનામાં કુસુમબેન યાદવ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતાં.