રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા પ્રોજેક્ટ ચાલી રહેલ છે. જેના અનુસંધાને આજ તા.૦૮/૦૬/૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજવામાં આવેલ છે. આ બેઠકમાં મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહેલ છે.
સમિક્ષા બેઠકમાં અર્બન ફોરેસ્ટ “રામવન”માં ભગવાન શ્રી રામની જીવન ઝરમરની થીમ પર તેમજ અન્ય થીમ સાથેનું ડેવલપમેન્ટ, શહેરમાં હોસ્પિટલ ચોક, કે.કે.વી. ચોક, કાલાવડ રોડ પર જડુસ ચોક, રામાપીર ચોક, નાનામવા સર્કલ અને લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, આજી રીવર ફ્રન્ટ, રૈયા સ્માર્ટ સિટીના રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને અટલ સરોવર ડેવલપમેન્ટનું પ્રેઝન્ટેશન તેમજ થયેલ કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરાશે.
- Advertisement -



